નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા ઉપર ભીષણ હુમલો કરવામાં આવ્યા બાદ અને ત્રાસવાદી હુમલાના ૧૨ દિવસ બાદ આજે વહેલી પરોઢે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ૩.૩૦ વાગે ભીષણ હુમલો કરવામાં આવ્યા બાદ દેશભરમાં એલર્ટની જાહેરાત કરવામાં આવી હતી. દેશના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા મજબુત કરી દેવામાં આવી છે. તમામ જગ્યાએ સુરક્ષા મજબુત કરી દેવામાં આવી છે. બીજી બાજુ દિલ્હીમાં સવારમાં બેઠકનો દોર શરૂ થયો હતો. ઉચ્ચસ્તરીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ, કેન્દ્રિય ગૃહ પ્રધાન રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા. ઉરી બાદ ભૂમિ સેનાએ પોકમાં કાર્યવાહી કરી હતી. જ્યારે આ વખતે પુલવામા બાદ હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા.
બેઠકોનો દોર શરૂ થયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે એકબાજુ તાકિદે ઇમરજન્સીની બેઠક બોલાવી હતી. સાથે સાથે જમ્મુ કાશ્મીરના તમામ સુરક્ષા અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને ગૃહ સચિવોએ બેઠક યોજી હતી. બેઠકોના દોર વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલે પણ બેઠકોનો દોર હાથ ધર્યો છે જેમાં પોકમાં કરાયેલા હુમલા બાદની રણનીતિ ઉપર ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.
આજે યોજાયેલી આ બેઠકમાં ગૃહ સચિવ અને ગૃહમંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં ઉભી થયેલી સ્થિતિ ઉપર ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. હવાઇ હુમલા બાદ ઉચ્ચ સ્તરીય બેઠકમાં તમામ ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં જુદા જુદા વિષય ઉપર ચર્ચા થઇ હતી.બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલ, આઈબી પ્રમુખ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે ભાવિ યોજનાની રુપરેખા પણ તૈયાર કરવામાં આવી હતી. દેશભરમાં એલર્ટની જાહેરાત કરવામાં આવી હતી.
સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. તમામ શકમંદ વાહનો ઉપર નજર રાખવામાં આવી રહી છે. મોટા બજારો, ધાર્મિક સ્થળો ઉપર સુરક્ષા વધારવામાં આવી છે.