બોલિવુડની હાલની સૌથી સેક્સી અને બોલ્ડ અભિનેત્રી પૈકી એક દિશા પાટની પોતાની ફિટનેસ અને સ્લીમ બોડીને લઇને હમેંશા
ચર્ચામાં રહે છે. બોલિવુડની આ અભિનેત્રી સોશિયલ મિડિયામાં વારંવાર પોતાના બોલ્ડ અને સેક્સી ફોટાઓ મુકીને ચાહકોમાં ચર્ચામાં રહે છે. તેની ખુબસુરતીને લઇને હમેંશા ચર્ચા રહે છે. પરંતુ ખુબ ઓછા લોકો જાણે છે કે દિશા પોતાની બોલ્ડ અને બ્યુટિફુલ ફિટનેસને જાળવી રાખવા માટે કેટલાક પ્રયોગ કરતી રહે છે.તે સામાન્ય રીતે હાર્ડ વર્ક કરીને પોતાના વિડિયો અને ફોટો સોશિયલ મિડિયામાં મુકે છે. ચાહકો સાથે શેયર કરવામાં આવતા તેના ફોટાના કારણે પણ તે જાણીતી બની ગઇ છે. દિશાની ફિટનેસની વાત કરવામાં આવે તો તે રિંગ ડિપ્સ, લાઇટ વેઇટ ટ્રેનિંગ તેમજ વેઇટ લિફટિંગ કરે છે.
સાથે સાથે કૈલોરી બર્ન કરવા માટે બોક્સિંગ કરે છે. થોડાક દિવસ પહેલા દિશાએ એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર મુકીને ભારે ચર્ચા જગાવી હત. જેમાં તે હાથને જમીન પર મુકે છે અને સાથે સાથે ઝડપથી ગોળાકારમાં ફરીને તરત જ સીધી પરત ઉભી થઇ જાય છે. આ વિડિયોને અઢી લાખથી વધુ લોકો જોઇ ચુક્યા છે. હજારો લોકો લાઇક કરી ચુક્યા છે. દિશાના નજીકના લોકોના કહેવા મુજબ તેના દિવસની શરૂઆત યોગ સાથે કરવામાં આવે છે. બોડી શેપમાં રાખવા માટે સપ્તાહમા ચાર દિવસ જિમિંગની સાથે સાથે કાર્ડિયો એક્સરસાઇજ કરે છે. તે ઉપરાંત બોડીને ફ્લેક્સિબલ રાખવા માટે નિયમિત રીતે અડધા કલાક સુધી ડાન્સ કરે છે. જિમનાસ્ટિક કરે છે. મનને શાંત રાખવા માટે તે મેડિટેશન કરે છે. તેનુ કહેવુ છે કે મન શાંત રહેશે તો દિવસ સારા રહે છે.
ખાવા પીવાની વાત કરવામાં આવે તો દિશા પ્રોટીન અને વિટામિન યુક્ત ભોજન કરે છે. બ્રેક ફાસ્ટમાં બ્રેડની સાથે બે ઇંડા અને દુધ લે છે. લંચમાં ઓટ્સ, ફુડસ,સલાહ અને જ્યુસ લેવાનુ પસંદ કરે છે. ડિનરમાં સુપ, બ્રાઉન રાઇસ અને દાળનો ઉપયોગ કરે છે. ડિહાઇડ્રેશનથી બચવા માટે ખુબ વધારે પ્રમાણમાં પાણી પીવે છે. દિશા પાટની હાલમાં બોલિવુડમાં સૌથી સફળ અને આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી રહી છે. વિતેલા વર્ષોમાં સુપરસ્ટાર અભિનેતા જેકી શ્રોફના પુત્ર અભિનેતા ટાઇગર શ્રોફની સાથે તે હાલમાં પ્રેમમમાં હોવાના હેવા આવતા રહે છે. જો કે આને કોઇ સમર્થન મળતુ નથી. વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તે હાલમાં બોલિવુડના દબંગ સ્ટાર સલમાન ખાનની સાથે ભારત ફિલ્મમાં કામ કરી રહી છે. જેમાં કેટરીના કેફ પણ કામ કરી રહી છે. આ ઉપરાંત પણ તેની પાસે કેટલીક ફિલ્મો રહેલી છે. તે કેટલીક જાહેરાતમાં પણ કામ કરી રહી છે.