અક્ષય કુમારની ફિલ્મમાં એક સાથે ૩ અભિનેત્રીઓ ચમકશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : એક્શન સ્ટાર અક્ષય કુમારની બોલબાલા હજુ પણ રહેલી છે. હાલમાં તેની પાસે અનેક ફિલ્મો હાથમાં છે. જેમાં સુર્યવંશી, હાઉસફુલ સિરિઝની ફિલ્મનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તે મિશન મંગલમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ થવા આવ્યુ છે. અક્ષય કુમારની આ નવી ફિલ્મમાં ત્રણ અભિનેત્રી જોવા મળનાર છે. જેમાં સોનાક્ષી સિંહા, વિદ્યા બાલન અને તાપ્સી પન્નુનો સમાવેશ થાય છે.

આ ફિલ્મનુ નામ મિશન મંગલ રાખવામાં આવ્યુ છે. આ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ થવા આડે પહોંચી ગયુ છે. ફિલ્મને ૧૫મી ઓગષ્ટના દિવસે રજૂ કરવામાં આવનાર છે. અક્ષય કુમારની ફિલ્મમાં ચાવીરૂપ ભૂમિકા રહેલી છે. તાપ્સી પન્નુ પોતાની ફિલ્મને લઇને આશાવાદી છે. તાપ્સી હાલના સમયમાં એક પછી એક સારી ફિલ્મમાં કામ કરી રહી છે. ફોટોમાં અક્ષય કુમારે કહ્યુ છે કે ભારતના મંગલ મિશનની પટકથાને લોકો સુધી લાવવાને લઇને ઉત્સુક છે.

સંજોગથી આ આ મિશન પાંચમી તારીખના દિવસે ૨૦૧૩માં લોંચ કરવામાં આવ્યા બાદ તેને અભૂતપૂર્વ સફળતા મળી હતી. મંગલ મિશન ઉપરાંત અક્ષય કુમાર કેસરી નામની ફિલ્મમાં હાલમાં નજરે પડ્યો હતો. જેમાં પણ અનેક કલાકારો છે. અભિનેત્રી તરીકે આ ફિલ્મમાં પરિણિતી ચોપડા હતી. ફિલ્મ ૨૨મી માર્ચ ૨૦૧૯ના દિવસથી રજૂ કરવામાં આવી હતી.

અક્ષય કુમાર હાલના સૌથી મોટા સ્ટાર પૈકીના એક તરીકે છે. હાઉસફુલ સિરિઝની તેની ફિલ્મ દિવાળી પર્વ પર રજૂ કરવામાં આવનાર છે. અક્ષય કુમારની સાથે ત્રણ અભિનેત્રી જાવા માટે ચાહકો ઉત્સુક છે. જો કે આ ફિલ્મ એક સંદેશ ફિલ્મ છે. આ ફિલ્મ ઇસરોના વૈજ્ઞાનિકોની પટકથાને શાનદાર રીતે રજૂ કરવામાં આવનાર છે. હાલમાં અક્ષય મોટા ભાગે દેશભક્તિની ફિલ્મોમાં નજરે પડ્યો છે.

Share This Article