મુંબઇ : તાજેતરમાં જ અક્ષય કુમાર અને રજનિકાંત અભિનિત ફિલ્મ રોબોટ-૨ ફિલ્મ માટે ટ્રેલર જારી કરવામાં આવ્યા બાદ અક્ષય તેની નવી ફિલ્મ માટે કામ શરૂ કરી રહ્યો છે. પ્રાપ્ત અહેવાલ મુજબ અક્ષય કુમારની નવી ફિલ્મમાં ત્રણ અભિનેત્રી જાવા મળનાર છે. જેમાં સોનાક્ષી સિંહા, વિદ્યા બાલન અને તાપ્સી પન્નુનો સમાવેશ થાય છે. આ ફિલ્મનુ નામ મિશન મંગલ રાખવામાં આવ્યુ છે. આ ફિલ્મનુ શુટિંગ નવેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવનાર છે.
સોમવારના દિવસે અક્ષય કુમારે આ ફિલ્મ સાથે સ્ટારકાસ્ટને રજૂ કરીને ચર્ચા જગાવી હતી. સ્ટારકાસ્ટ સાથે એક ફોટો સોશિયલ મિડિયા પર શેયર કરવામાં આવ્યો હતો. આ ફોટોથી સ્પષ્ટ થઇ ગયુ છે કે અક્ષય કુમારની સાથે કોણ કોણ નજરે પડનાર છે. તાપ્સી પન્નુ પોતાની ફિલ્મને લઇને આશાવાદી છે. તાપ્સી હાલના સમયમાં એક પછી એક સારી ફિલ્મમાં કામ કરી રહી છે. ફોટોમાં અક્ષય કુમારે કહ્યુ છે કે ભારતના મંગલ મિશનની પટકથાને લોકો સુધી લાવવાને લઇને ઉત્સુક છે.
સંજાગથી આ આ મિશન પાંચમી તારીખના દિવસે ૨૦૧૩માં લોંચ કરવામાં આવ્યા બાદ તેને અભૂતપૂર્વ સફળતા મળી હતી. અક્ષય કુમાર અને રજનિકાંત ફિલ્મને લઇને ખુશ છે. આ ફિલ્મને પેડમેન ફિલ્મના ડિરેક્ટર આર બાલ્કીના સહકાર સાથે તૈયાર કરવામાં આવનાર છે. ફિલ્મનુ નિર્દેશન જગન શÂક્ત કરનાર છે. આ ફોટોની સાથે ચાહકો માટે ફોટો શયર કરવામાં આવ્યો છે. મંગલ મિશન ઉપરાંત અક્ષય કુમાર કેસરી નામની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જેમાં પણ અનેક કલાકારો છે. અભિનેત્રી તરીકે આ ફિલ્મમાં પરિણિતી ચોપડા છે. ફિલ્મ ૨૨મી માર્ચ ૨૦૧૯ના દિવસથી રજૂ કરવામાં આવનાર છે. અક્ષય કુમાર હાલના સૌથી મોટા સ્ટાર પૈકીના એક તરીકે છે.