અક્ષય કુમાર અને કિયારા અડવાણીની જોડી ચમકશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

 

મુંબઇ : સુપરહિટ તમિળ ફિલ્મ કંચનાની હિન્દી રીમેકમાં હવે અક્ષય કુમાર અને કિયારા અડવાણી જોવા મળનાર છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન કિન્નરની ભૂમિકા અદા કરનાર છે. કંચનાની હિન્દી રીમેક ફિલ્મ સાથે ફિલ્મ નિર્માતા રાઘવ લોરેન્સ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એન્ટ્રી કરી ચુક્યા છે. અક્ષય કુમાર અને કિયારા અડવાણી ફિલ્મમાં મુખ્ય રોલ કરી રહ્યા છે. રસપ્રદ બાબત એ છે કે ફિલ્મમાં ફરી એકવાર અમિતાભ બચ્ચન  અને અક્ષય સાથે કામ કરનાર છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન કિન્નરની ભૂમિકા અદા કરનાર છે. રીમેક લક્ષ્મી બોંબ નામથી બનનાર છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે લોરેન્સે કહ્યુ છે કે તે કંચનાના રીમેકમાં કામ કરી રહ્યો છે. આશરે દોઢ વર્ષના લાંબા ગાળા બાદ અક્ષય કુમાર ભારે ખુશ છે. અમિતાભ બચ્ચન દ્વારા હજુ સુધી શરૂઆત કરવામાં આવી નથી. એવા હેવાલ મળ્યા છે કે તે કિન્નરની ભૂમિકામાં દેખાશે. કંચનાની હિન્દી રીમેક એક આત્મા માટેની ફિલ્મ છે. જે એક શરીરને કાબુમાં લઇને ખરાબ કરનારને મારવા લાગી જાય છે.લોરેન્સ ફિલ્મની સ્ક્રિપ્ટમાં હિન્દી ચાહકોની દ્રષ્ટિએ ફેરફાર કરવામા આવી રહ્યા છે.

કિયારા અડવાણીને લઇને કહેવામાં આવ્યુ છે કે તે આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી રહી છે. તેની પાસે હવે નવી નવી ફિલ્મોની ઓફર આવી રહી છે. કંચનાની રીમેક ફિલ્મમાં  અન્ય કલાકારો કોણ રહેશે તે અંગે હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. ફિલ્મની રજૂઆતને લઇને કોઇ વાત કરવામાં આવ્યુ નથી. અમિતાભ બચ્ચન આજે પણ આટલી મોટી વયમાં પહોંચી ગયા હોવા છતા સતત સક્રિય છે. તેમની પાસે મોટા રોલ હજુ આવી રહ્યા છે. જ્યારે અક્ષય તો હાલમાં અનેક ફિલ્મો  હાથમાં ધરાવે છે.

Share This Article