અક્ષય કુમારની 2.0ની રિલીઝ પોસ્ટપોન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

રજનીકાંત અને અક્ષયકુમાર સ્ટારર ફિલ્મ 2.0ની રિલીઝ ડેટ ફરી એક વાર આગળ વધારવામાં આવી છે. પહેલા આ ફિલ્મ એપ્રિલ 2018માં રિલીઝ થવાની હતી. પરંતુ ઓગસ્ટમાં અક્ષય કુમારની ફિલ્મ ‘ગોલ્ડ’ રિલીઝ થવાની છે. 2.0 આ વર્ષમાં રિલીઝ જ નહી થાય.

બોલિવુડ હંગામાના રિપોર્ટ મુજબ ફિલ્મ 2019માં રિલીઝ થશે. ફિલ્મના વિ એફ એક્સ આર્ટીસ્ટ ઓવરટાઇમ કામ કરી રહ્યા છે. તેમ છતાં આ ફિલ્મ પુરી નથી થઇ રહી. તેથી ફિલ્મને 2019માં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ પ્રોડ્યુસર આવતા વર્ષે ફિલ્મ કઇ તારીખે રિલીઝ થશે તે નક્કી કરવામાં લાગ્યા છે. 2.0 ક્યારે રિલીઝ થશે, તેની ઘોષણા આ વર્ષના અંત સુધી થઇ જશે.

2.0 એ ભારતની સૌથી મોંઘી ફિલ્મ છે. રિલીઝમાં મોડુ થઇ રહ્યું હોવાથી આ ફિલ્મનો ખર્ચો વધતો જ જાય છે. રજનીકાંતની 2.0 સિવાય કાલાની પણ આતુરતાથી રાહ જોવાઇ રહી હતી. ફિલ્મ કાલા 7જૂનના રોજ રિલીઝ થઇ છે. લોકો તેને ખુબ વખાણી રહ્યા છે. ક્રિટીક્સે પણ કાલા ફિલ્મના વખાણ કર્યા છે. હવે 2.0 માટે કેટલી રાહ જોવી પડશે તે તો સમય જ બતાવશે.

Share This Article