અક્ષયકુમાર હોરર કોમેડી ફિલ્મ કરવા માટે તૈયાર છે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

મુંબઇ : બોલિવુડના લોકપ્રિય સ્ટાર અક્ષય કુમારે હવે હોરર કોમેડી ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. અક્ષય કુમાર હાલમાં સૌથી વ્યસ્ત સ્ટાર પૈકી એક તરીકે છે. તેની પાસે અનેક ફિલ્મો હાથમાં રહેલી છે. અક્ષય કુમાર આ વર્ષે ચાર ફિલ્મોમાં નજરે પડનાર છે. તેની પાસે જે ફિલ્મો છે અને જે ફિલ્મો આ વર્ષે રજૂ કરવામાં આવનાર છે તેમાં સૌથી પહેલા તેની કેસરી ફિલ્મ રજૂ કરાશે. જેમાં તે પરિણિતી ચોપડા સાથે દેખાશે. આ ફિલ્મ ૨૧મી માર્ચના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ત્યારબાદ મંગળ મિશનવ છે. જે ૧૫મી ઓગષ્ટના દિવસે રજૂ કરવામાં આવનાર છે.

ત્યારબાદ તેની ગુડ ન્યુઝ નામની ફિલ્મ છે. જેમાં તે કરીના કપુર સાથે નજરે પડનાર છે. ત્યારબાદ હાઉસફુલ સિરિઝની ફિલ્મમાં કામ કરતો દેખાશે. જેમાં તેની સાથે અનેક સ્ટાર રહેનાર છે.હાઉસફુલ સિરિઝની ફિલ્મો વિતેલા વર્ષોમાં સુપરહિટ સાબિત થયા બાદ આ ફિલ્મને લઇને પણ આશાવાદી છે. તે અન્ય એક ફિલ્મ સુર્યવંશીમાં પણ કામ કરી રહ્યો છે. જે રોહિત શેટ્ટીની ફિલ્મ છે.   અક્ષય કુમારે વિગત આપતા કહ્યુ છે કે તે છેલ્લા કેટલાક સમયથી જુદા જુદા સમુદાયના લોકોને મેસેજ આપનાર ફિલ્મો કરી રહ્યો છે. જા કે હવે આ પ્રકારની ફિલ્મોથી દુર હટીને કેટલીક હોરર અને કોમેડી ફિલ્મ કરવા માટે તે ઇચ્છુક છે. તે આ પ્રકારના રોલ માટેની ફિલ્મની શોધમાં છે. અક્ષય કુમાર બોલિવુડમાં હજુ પણ સૌથી લોકપ્રિય સ્ટાર પૈકી એક તરીકે રહ્યો છે.

તેનુ કહેવુ છેકે હવે કોમેડી ફિલ્મ કરવાના માર્ગદ પર ફરી આગળ વધનાર છે. લોકોને સારા મેસેજ આપી શકે તેવી ફિલ્મ કરવા માટેની તેની ઇચ્છા રહેલી છે. તેની ટોઇલેટ એક પ્રેમ કથા, પેડમેન અને ગોલ્ડ  ફિલ્મ મેસેજ ફિલ્મ હતી. સાથે સાથે કોમર્શિયલ રીતે હિટ પણ રહી હતી. અક્ષય કુમારે વિગત આપતા કહ્યુ છે કે તે અંગત રીતે હોરર કોમેડી ફિલ્મ કરવા માટે આશાવાદી છે. તે છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારની ફિલ્મોમાં નજરે પડ્યો હતો. ભયભીત કરવાની સાથે સાથે કોમેડી કરી શકે તેવી ફિલ્મમાં કામ કરવાની મજા પડે છે. અક્ષય કુમાર હાલમાં કેટલીક ફિલ્મોને લઇને વ્યસ્ત છે. અક્ષય કુમાર બોલિવુડમાં એક્શન ફિલ્મ માટે જાણીતો રહ્યો છે. જા કે તે કોમેડી ફિલ્મમાં પણ સફળ સાબિત થઇ રહ્યો છે. અક્ષય કુમાર બોલિવુડમાં હવે સૌથી સફળ સ્ટાર પૈકી એક તરીકે છે.તેની પાસે સારા દેખાવની અપેક્ષા છે.

Share This Article