મુંબઈ : અનુરાગસિંહની હિન્દી ડિરેકટર તરીકેની પ્રથમ ફિલ્મ કેસરી મારફતેશરૂઆતને લઈને બોલિવુડમાં ઉત્સુકતા છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર અને પરિણિતિ ચોપડાનીમુખ્ય ભૂમિકા રહેલી છે. આ ફિલ્મનું શુટીંગ હાલમાં ચાલી રહ્યું છે. હવે મુંબઈમાંશુટીંગ પુર્ણ થયા બાદ આ ફિલ્મનું શુટીંગ ગુલાબી નગરી જયપુરમાં કરવામાં આવનાર છે.પરિણિતી ચોપડાનું કહેવું છે કે તે ગુલાબી નગરથી ખૂબ જ પ્રભાવિત રહી છે. અગાઉ પણ તેઅહીં આવી ચુકી છે. કેસરી ફિલ્મનું શુટીંગ અહીં કરવામાં આવે ત્યારે ફિલ્મના ગીતો પણઅહીં રજુ કરવામાં આવનાર છે. પરિણિતી ચોપડા ફિલ્મમાં અક્ષયકુમારની પત્ની તરીકેનીભૂમિકા અદા કરી રહી છે. પીન્ક શહેરમાં રોમેન્ટીક ગીતોનું શુટીંગ કરવામાં આવનાર છે.
સેટ ઉપર રહેલા સૂત્રોનું કહેવું છે કે અક્ષયકુમાર ફિલ્મ સિટીમાં હેલિપેડ ખાતે શુટીંગ કરી રહ્યો છે. જ્યાં ફિલ્મનું ગીત તૈયાર કરવામાં આવનાર છે. ૧૦મી એપ્રિલના દિવસે અહીં વિનાશકારી આગ ફાટી નીકળી હતી. જેમાં સંપત્તિને વ્યાપક નુકસાન થયું હતું. રોમેન્ટીક નંબરને લઈને પણ પરિણિતી ચોપડા ખૂબ આશાવાદી દેખાઈ રહી છે. આ ફિલ્મ ૧૮૫૭ની પટકથા ઉપર આધારીત છે. ઐતિહાસિક બાબતોનો ઉલ્લેખ આમાં કરવામાં આવશે. અક્ષયકુમાર આ ફિલ્મમાં હવલદાર ઈસરસિંહની ભૂમિકા અદા કરનાર છે. ૨૧ શીખ જવાનોની વચ્ચે અને ૧૦ હજાર અફગાન આદિવાસીઓ વચ્ચે અથડામણ ઉપર આ ફિલ્મ આધારીત છે. નોર્થ વેસ્ટ ફ્રન્ટીયર પ્રાંતમાં આ અથડામણ થઈ હતી. કરણ જાહર ફિલ્મના નિર્માતા તરીકે છે. અક્ષયકુમાર અને સુનીર ખેતરતાનનું કહેવું છે કે આ ખૂબ જ મહત્વકાંક્ષી ફિલ્મ છે. ઈસરસિંહે ભારતીય સેનાની રેજીમેન્ટનું નેતૃત્વ કર્યું હતું. શીખ લશ્કરી જવાનોએ જારદાર ભૂમિકા આમાં અદા કરી કરી હતી. પીરીયડ ડ્રામાં પરની આ ફિલ્મને લઈને લોકોમાં ઉત્સુકતા દેખાઈ રહી છે.
લાંબા સમય બાદ અક્ષયકુમાર ફરી એકવાર અક્ષયકુમાર એકશન ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જયપુરમાં ફિલ્મના શુટીંગને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ફિલ્મી ચાહકો અક્ષયકુમાર અને પરિણિતી ચોપડાને જાવા માટે ઉત્સુક બન્યા છે. પરિણિતી ચોપડાને લાંબા સમય બાદ એક મોટા સ્ટાર સાથે ફિલ્મ હાથ લાગતા તે ખુશ છે.