અબ્બાસ મસ્તાન સાથે કામ કરવા માટે તૈયાર અક્ષય કુમાર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બોલિવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર ૧૩ વર્ષ બાદ ફરી એકવાર ખિલાડી ફિલ્મના નિર્દેશક જાડી સાથે કામ કરનાર છે. આ અંગે અક્ષય કુમારે તૈયારી દર્શાવી છે. હિટ જાડીની સાથે કામ કરવાને લઇને બન્ને આશાવાદી છે. એવા હેવાલ આવી રહ્યા છે કે કેટલાક પ્રોજેક્ટમાં વ્યસ્ત રહેલા અક્ષય કુમારે અબ્બાસ મસ્તાનના નિર્દેશનમાં બનનાર ફિલ્મમાં કામ કરવા તૈયાર થઇ ગઇ છે. અબ્બાસ મસ્તાન સસ્પેન્સ થ્રીલર ફિલ્મ બનાવવા માટે જાણીતા રહ્યા છે. અબ્બાસ મસ્તાનના નિર્દેશનમાં બનેલી એતરાજ ફિલ્મમાં તે છેલ્લે અક્ષય કુમાર જાવા મળ્યો હતો. મિડિયા હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે સ્ક્રીપ્ટ અક્ષય કુમાર વાંચી ચુક્યો છે. તેને પટકથા ખુબ પસંદ પડી છે. ફિલ્મમા ૧૨ પાત્રો રાખવામાં આવ્યા છે.

એવી આશા છે કે આ ફિલ્મને લોકો ખુબ પસંદ કરનાર છે. આને શુટ કરવા માટે અક્ષય કુમાર તેના વ્યસ્ત કાર્યક્રમ હેઠળ ૨૫ દિવસ કાઢનાર છે. જા કે પટકથા પર અક્ષય કુમારે સ્પષ્ટ રીતે કામ કરવાની તૈયારી દર્શાવી નથી. આ પહેલા અક્ષય કુમાર અબ્બાસ મસ્તાની સાથે ખિલાડી, એતરાજ અને અજનબીમાં નજરે પડ્યો હતો. એટલુ જ નહી એક વર્ષમાં અનેક ફિલ્મો કરવા માટે જાણીતા રહેલા અક્ષય કુમારે હાલમાં તેની ગોલ્ડ ફિલ્મમાં શાનદાર ભૂમિકા અદા કરી હતી. ગોલ્ડ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ ગયા બાદ હવે અબ્બાસ મસ્તાનની ફિલ્મમાં તે કામ કરનાર છે. ફિલ્મમાં તેની સાથે મૌની રોય નજરે પડી હતી. આ ફિલ્મ હિટ રહ્યા બાદ તેની પાસે વધારે સારી ફિલ્મ આવી રહી છે. હાલમાં તે કેસરી નામની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જેમાં તેની સાથે પરિણિતી ચોપડા કામ કરી રહી છે.

Share This Article