મુંબઈ : બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર ગયા વર્ષે એટલે કે ૨૦૨૨માં રિલીઝ થયેલી તેની પાન મસાલા જાહેરાતને લઈને ઘણા વિવાદોમાં હતા. લોકપ્રિય તમાકુ બ્રાન્ડ વિમલની જાહેરાતમાં તેનું નામ આવતાની સાથે જ યુઝર્સે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. આ પછી, અભિનેતાએ પોતે માફી માંગી અને કહ્યું કે તે પોતાને પાન મસાલા બ્રાન્ડથી અલગ કરી રહ્યો છે. આખરે તેણે આનાથી પોતાની જાતને સંપૂર્ણપણે દૂર કરી લીધી છે. વિમલ ઈલાઈચીની એડમાં અક્ષય કુમાર હવે ક્યારેય જાેવા નહીં મળે. તે સ્પષ્ટ છે કે હવે તેનો ચહેરો સંપૂર્ણપણે દૂર થઈ ગયો છે. માત્ર બે અન્ય સેલિબ્રિટી એટલે કે શાહરૂખ અને અજય જ તેનું સમર્થન કરતા જાેવા મળશે.. ગયા વર્ષે અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને અજય દેવગન પાન મસાલાની જાહેરાતમાં જાેવા મળ્યા હતા. આને લઈને ત્રણેય સ્ટાર્સની ઘણી ટીકા થઈ હતી. સોશિયલ મીડિયા પર એકથી વધુ મીમ વાયરલ થવા લાગ્યા. લોકોએ તેને જાેરદાર ટ્રોલ કર્યો. પરિણામે અક્ષયે માફી માંગવી પડી હતી. જાેકે, તેણે તમાકુને સમર્થન આપ્યું ન હતું પરંતુ વિમલ ઈલાઈચીને સમર્થન આપ્યું હતું. પછી તેણે નક્કી કર્યું હતું કે તે આમાંથી મળેલી સંપૂર્ણ ફી ઉમદા હેતુઓમાં ખર્ચ કરશે. હવે તેની સાથે અભિનેતાનો કરાર સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયો છે.
ડોલાન્ડ ટ્રમ્પે વિશ્વના તમામ દેશો પર ફોડ્યો ટેરિફ બોમ્બ, ભારત પર 26 ટકા ટેરિફની જાહેરાત
વોશિંગ્ટન : ફરીવાર અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા મોટા ર્નિણય લેવામાં આવ્યા છે જેમાંથી એક સૌથી મોટો...
Read more