હું પૈસા માટે કામ નથી કરી રહ્યો અભિનેતા અક્ષય કુમાર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અક્ષય કુમાર બોલિવૂડના એકમાત્ર એવા અભિનેતા છે જે વર્ષમાં ૫-૬ ફિલ્મો કરે છે. દર વર્ષે તેમની ૪-૫ ફિલ્મો રીલિઝ થાય છે. અક્ષય કુમાર માટે તમામ લોકો એવી વાતો કરતા હોય છે કે ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધારે કમાણી તો ખેલાડી કુમાર જ કરે છે. પરંતુ અક્ષય કુમારનો આ અંગે અલગ જ અભિપ્રાય છે. અક્ષયનું કહેવું છે કે તે પૈસા માટે આટલી બધી ફિલ્મો નથી કરતો. તેણે વર્ષમાં આટલી બધી ફિલ્મો કરવાનું કારણ પણ જણાવ્યું છે. ‘

અક્ષય કુમાર અત્યારે પોતાની ફિલ્મ બચ્ચન પાંડેના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ૧૮મી માર્ચના રોજ રીલિઝ થવાની છે. તાજેતરમાં જ આ ફિલ્મના પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન અક્ષય કુમારે ખુલાસો કર્યો અને જણાવ્યું કે જ્યારે મને લોકો પૂછે છે કે એક વર્ષમાં આટલી બધી ફિલ્મો કેવી રીતે શૂટ કરો છો તો મને ઘણી નવાઈ લાગે છે. અક્ષય કુમારે જણાવ્યું કે, હું સવારના સમયે કામ પર જઉ છું અને રવિવારના દિવસે બ્રેક હોય છે. જાે તમે દરરોજ કામ કરો તો સરળતાથી અનેક ફિલ્મો પાઈપલાઈનમાં રહેશે. કોરોના મહામારી દરમિયાન ઘણાં લોકો કામ કરી રહ્યા હતા, પોલીસકર્મીઓથી લઈને મીડિયા, પાપારાઝી તમામ લોકો કામ પર હતા. આજે મારી પાસે લાઈફમાં બધું જ છે. હું એક સારું જીવન જીવી રહ્યો છું.

અક્ષય કુમારે કહ્યું કે, હું આરામથી ઘરે બેસી શકુ છું, પરંતુ બાકી લોકોનુ શું જે કામ કરવા માંગે છે? એ લોકોનુ શું જે પૈસા કમાવવા માંગે છે? હું જે કામ પૈસા માટે નથી કરી રહ્યો પરંતુ પેશન માટે કરી રહ્યો છું. જે દિવસે મારો રસ ઘટવા લાગશે, તે દિવસે હું કામ કરવાનું બંધ કરી દઈશ. ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર ૯૦ના દશકથી જ વર્ષમાં ૩-૪ ફિલ્મો કરતો આવ્યો છે. અત્યારના સમયમાં આ આંકડો વધી ગયો છે. દર વર્ષે અક્ષય કુમારની ૫-૬ ફિલ્મો રીલિઝ થાય છે. આ વર્ષે પણ અક્ષય કુમારની બચ્ચન પાંડે સિવાય પૃથ્વીરાજ, રક્ષા બંધન, રામસેતુ, મિશન સિન્ડ્રેલા અને ઓએમજી-૨ ફિલ્મો રીલિઝ થવાની છે. બચ્ચન પાંડેની વાત કરીએ તો તેના ડિરેક્ટર ફરહાદ સામજી છે અને સાજીદ નાડિયાદવાલા પ્રોડ્યુસર છે. ફિલ્મમાં અક્ષય કુમારની સાથે અરશદ વારસી, કૃતિ સેનન અને જેક્લીન ફનાર્ન્ડિઝ પણ છે.

Share This Article