ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશે કરેલી તેના સરકારી બંગલાને ખાલી કરતી વખતે તોડફોડ કરી હતી અને સરકારી સામાનને નુકશાન પહોંચાડ્યુ હતુ. આ મામલો થોડેથી ના અટકતા હાઇકોર્ટ પહોંચ્યો છે. હાઇકોર્ટે યુપી સરકારને જાણકારી આપતા કહ્યું છે કે સરકારી આવાસમાં તોડફોડ કરી છે તેની તપાસ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારને 10 દિવસની અંદર આ તોડફોડનો રિપોર્ટ આપવાનો રહેશે. કોર્ટ આ મામલે 3 જુલાઇએ ફેસલો કરશે.
સરકારી બંગલામાં તોડફોડ કરવાથી રાજ્ય સરકાર અખિલેશથી નારાજ છે. કોઇ પણ મુખ્યમંત્રીને શોભે તેવી રીતનુ કામ અખિલેશે નથી કર્યું. આ બાબત જલ્દી જ પતી જાય તેમ માનવામાં આવી રહ્યું હતું. હવે મામલો હાઇકોર્ટ સુધી પહોંચી ગયો છે અને આ બાબતની સુનાવણી 3 જુલાઇએ કરવામાં આવશે. ઉત્તરપ્રદેશમાં અત્યારે યોગી આદિત્યનાથની સરકાર છે. યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશમાં ઘણા વિકાસના કાર્યો કર્યા છે. હાલમાં જ બે આઇએએસને સસપેન્ડ કરવામાં આવ્યા હતા.
ભ્રષ્ટાચાર ના ચલાવી લેવા વાળા યોગી આદિત્યનાથની સરકારમાં પૂર્વ મુખ્યમંત્રી ઉપર એક્શન લેવાશે કે કેમ તે જોવુ રહ્યું.