નવી દિલ્હી : વર્ષ ૨૦૧૯ લોકસભા ચૂંટણી દરમિયાન હાલમાં ઉત્તરપ્રદેશના આજમગઢ સીટની ચર્ચા વધારે છે
- આજમગઢ સીટ પર આ વખતે સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહની જગ્યાએ પુત્ર અખિલેશ મેદાનમાં છે
- ચૂંટણી ઇતિહાસ પર નજર કરવામાં આવે તો પણ અહીં ૭૦ના દશક બાદ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીનુ પ્રભુત્વ રહ્યુ છે.
- આજમગઠ સંસદીય ક્ષેત્રમાં પાંચ વિધાનસભા સીટ આવે છે. જે પૈકી સમાજવાદી પાર્ટીની કોઇ સીટ પર જીત પર વિધાનસભા ચૂંટણીમાં જીત થઇ ન હતી
- ઉત્તરપ્રદેશના આજમગઢમાં ૧૨મી એપ્રિલના દિવસે મતદાન યોજાનાર છે જેને લઇને જોરદાર તૈયારી કરાઇ
- ૨૦૧૧ની વસ્તી ગણતરીને ધ્યાનમાં લેવામાં આવે તો અહીં એટલે કે આજમગઢમાં આશરે ૧૬ ટકા મુસ્લિમ છે. આશરે ૨૫ ટકા દલિતો છે.