દેશને બિન કોંગી, બિન ભાજપ પીએમ મળી જશે : અખિલેશ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

લખનૌ : લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે મતદાન આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે તમામ તાકાત પૂર્વીય ઉત્તરપ્રદેશ ઉપર કેન્દ્રિત કરી દેવામાં આવી છે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ પૂર્વીય ઉત્તરપ્રદેશ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે. અખિલેશને વિશ્વાસ છે કે, આ વખતે દેશને બિન ભાજપ અને બિન કોંગ્રેસ વડાપ્રધાન મળશે. વિતેલા વર્ષોમાં પણ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ ચુકી છે. અખિલેશે કહ્યું હતું કે, ક્ષેત્રિય પક્ષોએ વિતેલા વર્ષોમાં પણ અનેક વડાપ્રધાનો આપ્યા છે. તેમનું માનવું છે કે, બિન ભાજપ અને બિન કોંગ્રેસી ફ્રન્ટ વધારે વિસ્તૃત રહેશે.

અખિલેશે કહ્યું હતું કે, તેવા કેટલાક બિન ભાજપ અને બિન કોંગ્રેસી પક્ષો છે જે જીતી રહ્યા છે. કેસીઆર, નાયડુ તમામ બિન ભાજપ અને બિન કોંગ્રેસ સરકારના પ્રયાસ કરી રહ્યા છે. મમતા દીદીએ ફોન કરીને કહ્યું છે કે, અમે તમામ લોકો વાતચીત કરવા જઈ રહ્યા છે. એક નવો પ્રયોગ કરવામાં આવશે જે ૨૩મી મે બાદ જોવા મળશે. અગાઉ પણ કેટલાક ક્ષેત્રિય પક્ષોના મોટા વડાપ્રધાન બની ચુક્યા છે. મોદી કહી રહ્યા છે કે, બિન ભાજપ સરકારનો મતલબ રાષ્ટ્રની સુરક્ષા સાથે બાંધછોડ રહેશે. આના ઉપર અખિલેશનું કહેવું છે કે, અમે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમાધાનના મુદ્દા ઉપર આગળ વધવા ઇચ્છુક નથી.

જનતા તમામ બાબતો નક્કી કરશે. એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં મોદીએ કહ્યું હતું કે, એર સ્ટ્રાઇક દરમિયાન હવામાનની સ્થિતિ ખરાબ થઇ ગઇ હતી. નિષ્ણાતોને વિચારણા આવી હતી કે, તારીખ બદલી કાઢવામાં આવે પરંતુ તેઓએ ગુપ્તતાની યાદ આવી હતી. વાદળા થયેલા છે તો વધારે ફાયદો થશે જેથી તરત હુમલા કરવામાં આવ્યા હતા. અખિલેશે કહ્યું હતું કે, જનતાની રડારમાં તમામ સિગ્નલો પકડાઈ ગયા છે.

Share This Article