નવી દિલ્હી : હિન્દુ પટ્ટાના ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત કર્યા બાદ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ વિપ્કષી એકતા ફરીએકવાર મજબૂત થવાની દિશામાં આગળ વધી રહી છે પરંતુ સોમવાર ફરીએકવાર વિપક્ષમાં ચિંતા જોવા મળી હતી. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસના મુખ્યમંત્રીના સમારોહમાં અખિલેશ અને માયાવતી નારાજ દેખાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બહુમતિની નજીક પહોંચીને અટકી ગયેલી કોંગ્રેસને સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનું સમર્થન મળ્યું છે.
આજે આ ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રીઓના શપથ સમારોહના આયોજન કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશમાં કમલનાથ, રાજસ્થાનમાં અશોક ગેહલોત અને છત્તીસગઢમાં ભુપેશ બઘેલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મિડિયા એહવાલોના અનુસાર કોંગ્રેસે આ ત્રણેય રાજ્યોમાં શપથવિધિ કાર્યક્રમમાં સામેલ થવા શરદ પવાર, શરદ યાદવ, એમકે સ્ટાલિન, તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ, માયાવતી, મમતા બેનર્જી અને અન્ય વિપક્ષી નેતાઓને આમંત્રણ આપ્યું હતું.
બહુજન સમાજ પાર્ટી સુપ્રીમો માયાવતી અને સમાજવાદી પાર્ટી સુપ્રીમો અખિલેશ યાદવ સમારોહમાં ઉપસ્થિત રહ્યા ન હતા. કહેવામાં આવી રહ્યું છે કે, ઉત્તરપ્રદેશમાં મહાગઠબંધનની તસ્વીર હજુ સુધી સ્પષ્ટ નથી થઇ રહી જેના કારણે અખિલેશ અને માયાવતી કોંગ્રેસની સાથે એક મંચ આવવા પર અસમજસની સ્થિતિમાં છે. ઉત્તરપ્રદેશમાં અખિલેશ અને માયાવતીની વચ્ચે ગઠબંધન તો નક્કી છે પરંતુ કોંગ્રેસની ભૂમિકાને લઇને સ્પષ્ટ થઈ રહી નથી.