કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની દોસ્તીની અસર હવે સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ પર પણ જોવા મળી રહી છે. અખિલેશ યાદવ રજાઓ ગાળવા લંડન ગયા છે. લખનૌમાં સરકારી બંગલામાં તોડફોડ કર્યા બાદ હવે અખિલેશ જાણે આરામના મૂડમાં હોય તેવુ લાગી રહ્યું છે.
ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને તેમની પત્ની ડિમ્પલ યાદવ બાળકો સાથે લંડનમાં રજાઓ માણી રહ્યાં છે. ચાર જુલાઇએ અખિલેશ પરિવાર સાથે ભારત પાછા આવશે. ભારત પરત આવ્યા બાદ તે લોકસભાની ચૂંટણીના કામમાં લાગી જશે. તે સિવાય મધ્યપ્રદેશની ચૂંટણી પણ આવી રહી છે. તેની તૈયારીમાં પણ અખિલેશ પોતાનો ફાળો આપશે.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સરકારી બંગલામાં તોડફોડ કર્યા બાદ હવે લંડનમાં રજા માણી રહ્યાં છે. એક તસવીર સોશિયલ મિડીયા પર વાઇરલ થઇ રહી છે, જેમાં અખિલેશ પરિવાર સહિત દેખાઇ રહ્યા છે અને ખુબ ખૂશ લાગી રહ્યાં છે. પોતે કરેલ કાર્ય બાદ લંડનમાં પરિવાર સાથે રજા ગાળવી તે ઘટના વખોડી કાઢવા જેવી છે.