નકલી સરકારી કચેરીના કૌભાંડની ફરિયાદ દાખલ કરાવનાર ફરિયાદી જ આરોપી નીકળ્યો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સરકારને ૪ કરોડથી વધારેનો ચુનો લગાવનારા કેસમાં વધુ બેની ધરપકડ

છોટા ઉદેપુર :છોટા ઉદેપુરના નકલી સરકારી કચેરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. નકલી સરકારી કચેરીના કૌભાંડની ફરિયાદ દાખલ કરાવનાર ફરિયાદી જ આરોપી નીકળ્યા છે. SITએ બે આરોપી જાવેદ માકનોજીયા અને ચંદુ કારેલીયાની ધરપકડ કરી છે. ચંદુ કારેલીયા પૂર્વ મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી હતો. છોટા ઉદેપુરમાં સરકારને ૪ કરોડથી વધારેનો ચુનો લગાવનારા કેસમાં વધુ બેની ધરપકડ કરવામાં આવી છે, જીૈં્‌એ તપાસનો ધમધમાટ શરૂ કરતા હવે ધીમે ધીમે આરોપીઓ પકડાઈ રહ્યા છે, પહેલા પણ ૨થી વધારેની ધરપકડ કરવામાં આવી ચુકી છે, જ્યારે એક આરોપી અંકિત સુથાર ૫ દિવસ રિમાન્ડમાં છે. નકલી એન્જીનીયર સંદિપ રાજપૂત અને અબુબકર સૈયદની પહેલા ધરપકડ કરવામાં આવી હતી.

Share This Article