પોલીસ ઈન્સ્પેક્ટરે સભા સમાપ્ત કરવા કહેતા અકબરુદ્દીન ઓવૈસીએ પોલીસકર્મીને ધમકી આપી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અકબરુદ્દીન ઓવૈસી હૈદરાબાદના લલિતાબાગમાં જનસભાને સંબોધિત કરતી વખતે પોલીસ ઈન્સ્પેક્ટરે સભા સમાપ્ત કરવા કહેતા અકબરુદ્દીન ઓવૈસીએ પોલીસકર્મીને ધમકી આપી

File 01 Page 03 1


અકબરુદ્દીન ઓવૈસીએ પોલીસકર્મીને ધમકી આપતાની વિડીયો થયો વાઈરલ, અકબરુદ્દીનને પોલીસકર્મીએ સભા સમાપ્ત કરવા કહેતા AIMIM નેતાઓ ગુસ્સામાં ભડકી ઉઠ્‌યા


નવીદિલ્હી
: પોતાની ફરજ બજાવવાના બદલામાં, એક પોલીસ ઈન્સ્પેક્ટરને AIMIM નેતા તરફથી ખુલ્લી ધમકી મળી. હકીકતમાં, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના નેતા અકબરુદ્દીન ઓવૈસીએ પોલીસ ઈન્સ્પેક્ટરને ખુલ્લેઆમ ધમકી આપી હતી, જ્યારે તેણે રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે આદર્શ આચારસંહિતાનું પાલન કરવાનું કહ્યું હતું. તેણે ઓફિસરને ખૂબ જ કઠોરતાથી કહ્યું કે મારી પાસે મારી ઘડિયાળ છે, ચાલો અહીંથી જાઓ.

તેણે એ પણ સંકેત આપ્યો કે જાે તે નહીં જાય તો તેના સમર્થકોનો એક ઈશારો તેને ત્યાંથી ભગાડવા માટે પૂરતા છે.. અકબરુદ્દીન ઓવૈસી હૈદરાબાદના લલિતાબાગમાં જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. તે દરમિયાન સંતોષનગરના એક પોલીસ ઈન્સ્પેક્ટર ઘટનાસ્થળે પહોંચ્યા અને આગેવાનોને સમયસર સભા ખતમ કરવા કહ્યું હતું. જેના પર AIMIM નેતાઓ ગુસ્સે થઈ ગયા અને અધિકારીને ખુલ્લેઆમ ધમકી આપી હતી. તેણે કહ્યું કે શું તમને લાગે છે કે છરી અને ગોળીઓનો સામનો કર્યા પછી હું કમજાેર થઈ ગયો છું? મારામાં હજુ ઘણી હિંમત છે. હજુ પાંચ મિનિટ બાકી છે અને હું પાંચ મિનિટ બોલીશ. મને રોકવાની હિંમત હોય એવો કોઈ માઈકો લાલા પેદા થયો નથી. લોકોને પૂછતાં તેણે કહ્યું કે, તમે સાચું કહ્યું? જાે હું ઈશારો કરૂ તો તમારે અહીંથી ભાગવું પડશે, શું આપણે તેમને દોડાવીશું? હું તમને કહું છું કે આ લોકો આપણને નબળા પાડવા માટે આવી રીતે આવે છે.. અકબરુદ્દીન ઓવૈસી AIMIM નેતા અને તેમની પાર્ટીના સૌથી ધનિક ઉમેદવાર છે. તેઓ ચંદ્રયાનગુટ્ટાથી ચૂંટણી લડી રહ્યા છે. નવા એફિડેવિટ મુજબ, AIMIM નેતા રૂ. ૪.૫૦ કરોડની સ્થાવર સંપત્તિ ધરાવે છે, જ્યારે તેમની પત્ની રૂ. ૪.૯૫ કરોડની સંપત્તિ ધરાવે છે. તે જ સમયે, ઓવૈસી વિરુદ્ધ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ચાર એફઆઈઆર નોંધવામાં આવી છે.

TAGGED:
Share This Article