ટેસ્ટ પ્રીપેરેટરી સર્વિસીસમાં આગેવાન આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (એઈએસએલ) દ્વારા તેના મેનેજિંગ ડાયરેક્ટર (એમડી) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) તરીકે દીપક મેહરોત્રાની નિયુક્તિ કરવામાં આવી છે. એઈએસએલ માટે મહત્ત્વપૂર્ણ અવસરે આ નિર્ણય લેવાયો છે, કારણ કે તેણે શૈક્ષણિક સેવાઓની સ્પર્ધાત્મક ક્ષિતિજમાં નાવીન્યતા લાવવાનું અને તેની ઓફરો વિસ્તારવાનું ચાલુ રાખ્યું છે. દીપક મેહરોત્રા એફએમસીજી, ટેલિકોમ અને શૈક્ષણિક ઉદ્યોગોમાં સિદ્ધ ટ્રેક રેકોર્ડ સાથેના સિદ્ધ આગેવાન છે. કારાબારી તરીકે ભૂમિકાઓમાં 35 વર્ષથી વધુ અનુભવ સાથે તેઓ એઈએસએલનો ધ્યેય આગળ લઈ જવા અને શિક્ષણ ક્ષેત્રમાં ઊભરતી તકોનો લાભ લેવા માટે તેમના જ્ઞાન અને નિપુણતાનો ભંડાર લાવશે. એઈએસએલમાં જોડાવા પૂર્વે તેઓ આશીર્વાદ પાઈપ્સમાં મેનેજિંગ ડાયરેક્ટર હતા. તેમણે પિયરસન ઈન્ડિયા, ભારતી એરટેલ, કોકા-કોલા અને એશિયન પેઈન્ટ્સ માટે પણ કામ કર્યું છે.
દીપક આઈઆઈટી રૂરકીમાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બેચલર્સ ડિગ્રી ધરાવે છે, જેબીઆઈએમએસમાંથી એમએમએસ ધરાવે છે અને ધ વ્હાર્ટન સ્કૂલ, ફિલાડેલ્ફિયા (યુએસએ)થી એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ પૂર્ણ કર્યો છે. આ નિયુક્તિ વિશે બોલતાં દીપક મેહરોત્રાએ એઈએસએલને વૃદ્ધિના આગામી તબક્કામાં લઈ જવા તેની આગેવાની કરવા માટે ભારે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે દેશભરમાં વિદ્યાર્થીઓ માટે ભણવાનો અનુભવ બહેતર બનાવવા માટે આધુનિક શિક્ષણ પદ્ધતિઓ અને ટેક્નોલોજીનો લાભ લેવા પર ભાર આપ્યો હતો. “મને એઈએએસએલમાં જોડાવાનું સન્માનજનક લાગે છે, જે શિક્ષણ ક્ષેત્રમાં આગેવાન છે અને ઉત્તમ ગુણવત્તાનું શિક્ષણ પ્રદાન કરવા અને વિદ્યાર્થીઓને તેમની સંપૂર્ણ સંભાવના હાંસલ કરવા મદદરૂપ થવા માટે પ્રતિભાશાળી ટીમ સાથે નિકટતાથી કામ કરવા માટે ઉત્સુક છું,” એમ મેહરોત્રાએ જણાવ્યું હતું.
દીપક મેહરોત્રાની નિયુક્તિ તેની ઓફર બહેતર બનાવવા, તેની પહોંચ વિસ્તારવા અને શૈક્ષણિક ક્ષિતિજ પર હકારાત્મક પ્રભાવ નિર્માણ કરવા એઈએસએલના વ્યૂહાત્મક ધ્યેયનો હિસ્સો છે. કંપની વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને વ્યાવસાયિક પ્રયાસોમાં સફળતા માટે તૈયાર કરવા એકાગ્રતા સાથે શીખ, વૃદ્ધિ અને નાવીન્યતાની સંસ્કૃતિ પોષવા માટે સમર્પિત રહી છે. બૈજુઝના સંસ્થાપક અને ચેરમેન બૈજુ રવીંદ્રને દીપકનું સ્વાગત કરતાં જણાવ્યું કે, “અમે વૃદ્ધિના આગામી તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે એઈએસએલની આગેવાની કરવા માટે દીપકનું સ્વાગત કરવાની અમને ખુશી છે. સીઈઓ તરીકે તેમની ભૂમિકામાં તેઓ આક્રમક વૃદ્ધિની યોજના પ્રદાન કરવા ને કંપની હાલમાં અનુભવી રહી છે તે નોંધપાત્ર ગતિને વધુ આગળ વધારવા માટે જવાબદાર રહેશે. પિયરસન ઈન્ડિયા માટે તેમની વેપારી સૂઝબૂઝ અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે અદભુત રેકોર્ડ આકાશ બૈજુઝને વૃદ્ધિ અને પ્રભાવના આગામી તબક્કામાં લઈ જવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે.”
એઈએસએલના ચેરમેન શૈલેષ હરિભક્તિએ આ મહત્ત્વપૂર્ણ તબક્કે કંપનીમાં ગતિ લાવવા માટે દીપકને જોડવાની ખુશી વ્યક્ત કરી હતી. “દીપકની નિયુક્તિ એઈએસએલના નવા આગેવાન તરીકે અમારી સંસ્થા માટે રોમાંચક માઈલસ્ટોન છે. તેમનો વ્યૂહાત્મક ધ્યેય અને સિદ્ધ સંચાલન નિપુણતા ઉદ્યોગ આગેવાન તરીકે અમારું સ્થાન મજબૂત બનાવવા માટે મદદરૂપ થશે,” એમ તેમણે જણાવ્યું હતું. એઈએસએલ વિદ્યાર્થીઓ, વાલીઓ, ફેકલ્ટી અને રોકાણકારો સહિતના હિસ્સાધારકો સાથે દીપક મેહરોત્રા સાથે નવો અધ્યાય શરૂ કરવા નીકલી પડી હોઈ ભારતની સૌથી વિશ્વસનીય શિક્ષણ પ્રદાતામાંથી એક પાસેથી એકધારી ઉત્કૃષ્ટતા, નાવીન્યતા અને શૈક્ષણિક ઉત્કૃષ્ટતા પ્રત્યે કટિબદ્ધ રહેવાની અપેક્ષા રાખી શકે છે.
એઈએસએલ શિક્ષણ પ્રત્યે નાવીન્યપૂર્ણ અભિગમ અને શૈક્ષણિક ઉત્કૃષ્ટતા પ્રત્યે કટિબદ્ધતા માટે જ્ઞાત છે. તે મેડિકલ અને એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષાઓ, સ્કૂલ અને બોર્ડની પરીક્ષાઓ અને એનટીએસઈ, કેવાપીવાય અને ઓલિમ્પિક્સ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા વ્યાપક કોચિંગ સમાધાન પૂરો પાડવામાં આગેવાન રહી છે. તેનાં 310 જેટલાં આકાશ સેન્ટરો (ફ્રેન્ચાઈઝીઓ સહિત) અને 4,00,000થી વધુ વિદ્યાર્થીઓ ધરાવે છે. દીપક મેહરોત્રાની આગેવાનીમાં એઈએસએલનું લક્ષ્ય પરીક્ષાની તૈયારીઓ અને શૈક્ષણિક સેવાઓમાં આગેવાન તરીકે પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવવાનું છે.