હજારો વિદ્યાર્થીઓને ડોકટરો અને IITians બનવાના તેમના સપનાને સાકાર કરવામાં મદદ કરવા માટે દેશના વિવિધ ભાગોમાં તેનું નેટવર્ક વિસ્તરણ કરવાના સૂત્રને આગળ વધારવા આકાશ+બાયજુસ ટેસ્ટ પ્રિપેરેટરી સેક્ટરમાં નેશનલી અગ્રેસર છે. આજે ગુજરાતના અમદાવાદ શહેરના સાઉથ બોપલમાં તેનું પ્રથમ ક્લાસરૂમ સેન્ટરનું ઉદ્ધાટન થયું છે. આ નવા સેન્ટરમાં 1400થી વધુ વિદ્યાર્થીઓ માટે 13 જેટલા વર્ગખંડો હશે.
અમદાવાદમાં આકાશ+બાયજુસનું આ છઠ્ઠું સેન્ટર હશે. શહેરમાં અગાઉથી જ પાંચ વિસ્તારો જેવા કે ચાંદખેડા, મણિનગર, આંબાવાડી, એસ.જી.હાઇવે અને નિકોલમાં સેન્ટર છે.
અમદાવાદના સાઉથ બોપલ સ્થિત ગામરા કેપિટલના સેકેન્ડ ફ્લોર પર નંબર 201 થી 218 સ્થિત આકાશ+બાયજુસએ મેડિકલ, એન્જિનિયરિંગ અને ફાઉન્ડેશન લેવલના કોર્સની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે વર્ગો પૂરા પાડશે. ધોરણ 8-12 સુધી ગુજરાતી માધ્યમના અભ્યાસક્રમોનો પણ સમાવેશ કરાયો છે.
આ ક્લાસરૂમ સેન્ટરનું ઉદ્ધાટન આકાશ+બાયજુસના રિજીનલ ડિરેક્ટર અમિત રાઠોડ તેમજ કંપનીના અન્ય અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
આ નવા સેન્ટરના ઉદ્ધાટન પ્રસંગે આકાશ+બાયજુસના મેનેજિંગ ડિરેક્ટરે આકાશ ચૌધરીએ કહ્યું કે,” અમદાવાદના સાઉથ બોપલમાં નવું ક્લાસરૂમ સેન્ટર ઓલિમ્પિયાડ્સ ક્લીયર કરવા ઇચ્છતા અને ડોકટર્સ અને આઈઆઈટીયન બનવાની તૈયારી કરતા સ્થાનિક વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ સેન્ટર તેમજ વરદાન બની રહેશે. આજે આકાશ+બાયજુસએ પાન – ઇન્ડિયા નેટવર્ક દ્વારા સમગ્ર દેશમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા માટે જાણીતું છે. અમારી સંસ્થાનું ક્વોલિટી એજ્યુકેશન અને ટિંચિંગ મેથડને કારણે વિદ્યાર્થીઓ અમારી સંસ્થાને વધુમાં વધુ પસંદ કરી રહ્યા છે. અંડરગ્રેજ્યુએટ મેડિકલ અને એન્જિનિયરિંગ કોર્સ માટે વિદ્યાર્થીઓએ આકાશ+બાયજુસને ટોચની પસંદગીઓમાંની એક બનાવી છે.”
ચૌધરીએ ઉમેર્યું કે, અમે અમદાવાદના સાઉથ બોપલમાં અમારું ફર્સ્ટ ક્લાસરૂમ સેન્ટર ઓપન કરીને શહેર અને ગુજરાતમાં અમારા પદચિહ્નને વધુ વિસ્તારીને ખૂબ જ ખુશ છીએ. અમારા રાષ્ટ્રીય નેટવર્કમાં આ શાખાનો ઉમેરો એ પ્રમાણભૂત ગુણવત્તાયુક્ત શિક્ષણ, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજી સિસ્ટમનો ઉપયોગ કરીને સમગ્ર ભારતમાં વિદ્યાર્થીઓને શીખવા માટે અનુકૂળ વાતાવરણ પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
જે વિદ્યાર્થીઓ આકાશ+બાયજુસમાં પ્રવેશ લેવા ઈચ્છે છે તેઓ કાં તો ઈન્સ્ટન્ટ એડમિશન કમ સ્કોલરશિપ ટેસ્ટ (iACST) આપી શકે છે અથવા ANTHE (આકાશ નેશનલ ટેલેન્ટ હન્ટ પરીક્ષા) માટે નોંધણી કરાવી શકે છે.
આકાશ+બાયજુસમાં ઓફર કરવામાં આવતા કાર્યક્રમો વિદ્યાર્થીઓને વિવિધ પરીક્ષાઓ માટે વ્યાપક અને સંપૂર્ણ રીતે તૈયાર કરે છે. એટલું જ નહીં, કોન્સેપ્ચ્યુલ ટિંચિંગ મેથડ અને એપ્લિકેશન આધારિત શિક્ષણ પદ્ધિતિને કારણે આજે એક બ્રાન્ડ બનીને ઉભરી આવી છે. આકાશ+બાયજુસમાં નિષ્ણાત ફેકલ્ટી આધુનિક અને ઇન્ટરેક્ટિવ શિક્ષણ પદ્ધતિઓને અનુસરે છે જે વિદ્યાર્થીઓને તેમના લક્ષ્યો હાંસલ કરવામાં મદદરૂપ બને છે. આકાશ+બાયજુસનો સફળતાનો રેકોર્ડ અનન્ય શિક્ષણ વિતરણ પ્રણાલીને આભારી છે જે કેન્દ્રિત અને પરિણામલક્ષી શિક્ષણ પદ્ધતિ પર ભાર મૂકે છે.