મુકેશ અંબાણીનાં દીકરા આકાશની પ્રી- એન્ગેજમેન્ટ સેરેમની ગોવામાં યોજાઈ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન એવા ગુજરાતી બિઝનેસમેન મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણી ટૂંક સમયમાં જ સગાઇ કરશે. તેની પહેલાં 24મી માર્ચના રોજ ગોવામાં પ્રી-એંગેજમેન્ટ સેરેમની યોજાઇ. આ સેરેમનીમાં શ્લોક મહેતા-આકાશ અંબાણી, મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમજ આકાશના દાદી કોકિલાબેન અંબાણી દેખાઇ રહ્યા છે. આ વર્ષના અંતમાં લગ્નના બંધનથી જોડાશે.

  • સૂત્રોનાં જણાવ્યા અનુસાર લગ્ન મુંબઇમાં યોજાશે. શ્લોકા મહેતા હીરાના વેપારી રસેલ મહેતાની સૌથી નાની દીકરી છે. આકાશ અને શ્લોકા ધીરૂભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાથે અભ્યાસ કરતાં હતા. શ્લોકા ધીરૂભાઇ અંબાણી ઇન્ટરનેશલ સ્કૂલમાં અભ્યાસ બાદ 2009માં અમેરિકા સ્થિત ન્યૂજર્સીની પ્રિંસટન યુનિવર્સિટીમાં આગળનો અભ્યાસ કરવા ગઇ હતી. ત્યારબાદ તેણે લંડન સ્કૂલ ઓફ ઇકનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં લૉમાં માસ્ટર્સ કર્યું. જૂલાઇ, 2014થી શ્લોકા રોજી બ્લૂ ફાઉન્ડેશનની ડાયરેકટર છે. તે ConnectForની કો-ફાઉન્ડર પણ છે.
  • તેમનું આ ફંકશન તાજ એક્ઝોટિકા રિસોર્ટ એન્ડ સ્પામાં હતું. 56 એકરમાં પથરાયેલા રિસોર્ટમાં જૂના જમાનાનો લૂક જોવા મળ્યો છે સાથો સાથ તેમાં કેટલીય આધુનિક સુવિધાઓ પણ છે. આ રિસોર્ટ ગોવાના ટોપ લક્ઝરી રિસોર્ટ્સમાંથી એક છે

 

 

 

Share This Article