મુંબઇ: છ વર્ષના લાંબા ગાળા બાદ અજય દેવગન અને પ્રકાશ ઝા ફરી એકવાર સાથે કામ કરવા જઇ રહ્યા છે. જાણવા મળેલી માહિતી મુજબ અજય દેવગન અને પ્રકાશ ઝાના ચાહકો માટે સારા સમાચાર છે. ગંગાજલ, રાજનીતિ, અપહરણ, સત્યાગ્રહ જેવી ફિલ્મમાં આ બંનેની જાડી જાગી ચુકી છે. અભિનેતા અને નિર્દેશક તરીકે અજય અને પ્રકાશ ઝાની જોડી હિટ રહી છે. અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો બંને એક ફિલ્મની પટકથાને લઇને ચર્ચા કરી ચુક્યા છે. અજય દેવગનને પટકથા પસંદ પણ પડી ચુકી છે. પ્રકાશ ઝા હવે આ પટકથાને સ્ક્રીન પર ઉતારી દેવા માટેના કામમાં લાગી ગયા છે.
ટુંક સમયમાં જ એક સ્ટોરી લાઇન ડેવલપ કરવામાં આવનાર છે. સ્ક્રિપ્ટ અને સ્ટોરી લાઇન ફાઇનલ કરવામાં આવ્યા બાદ અજય દેવગન અને પ્રકાશ ઝા ફિલ્મના શુટિંગની શરૂઆત કરશે. એમ કહેવામાં આવે છે કે અજય દેવગન અને પ્રકાશ ઝાંની મિત્રતામાં એ વખતે તિરાડ પડી ગઇ હતી જ્યારે ફિલ્મ ગંગાજલ-૨માં અજય દેવગનની જગ્યાએ આ રોલ માટે પ્રિયંકા ચોપડાની પસંદગી કરી લેવામાં આવી હતી. ત્યારબાદથી તેમની વચ્ચે થોડાક સમય સુધી મિત્રતા રહી ન હતી. હવે બંને વચ્ચે મિત્રતા ફરી મજબુત થઇ રહી છે. જેનો સીધો લાભ ચાહકોને થનાર છે.જ્યારે પણ પ્રકાશ ઝા અને અજય સાથે કામ કરે છે ત્યારે ફિલ્મમાં મનોરંજન ભરપુર હોય છે. હાલમાં અજય દેવગન પોતાની આગામી ફિલ્મ તાનાજી ધ અનસંગ વોરિયર નામની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મ મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજ પર આધારિત છે. જેમાં અજય દેવગન શિવાજી મહારાજના સેનાપતિની ભૂમિકા અદા કરનાર છે. ઓમ રાવતના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મમાં સેફ અલી ખાન પણ ખાસ ભૂમિકા અદા કરનાર છે. ૬ વર્ષના લાંબા ગાળા બાદ બનનાર ફિલ્મનુ નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યુ નથી. પ્રકાશ ઝા જોરદાર એક્શન પેક અને સમાજ પર કટાક્ષ કરતી ફિલ્મો બનાવવા માટે જાણીતા રહ્યા છે. અજય દેવગન હાલમાં કેટલાક પ્રોજેક્ટને લઇને વ્યસ્ત થઇ ચુક્યો છે.
બોલિવુડમાં લાંબા ગાળાથી હોવા છતાં તેન ફિલ્મો હજુ પણ બોક્સ ઓફિસ પર સુપર હિટ સાબિત થઇ રહી છે. તેની ફિલ્મોને પસંદ કરનાર લોકો પણ છે. આવી સ્થિતિમાં તે હજુ તમામ ટોપ સ્ટાર સાથે જાડાયેલા છે. તેની ફિલ્મો જોવા માટે ચાહકો ઉત્સુક હોય છે. ખાસ કરીને રોહિત શેટ્ટી સાથેની તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર જાદુ જગાવી ચુકી છે. તે હવે તાનાજી નામની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જેમાં તે તેના નજીકના મિત્ર સલમાન ખાનને પણ ખાસ રોલમાં જોવા માટે ઇચ્છુક છે. સેફ અલી પણ રહેશે.