અજય દેવગણે પોતાની આગામી ફિલ્મ ‘ભોલા” ના પ્રમોશન માટે અમદાવાદના એનવાય સિનેમાઝની મુલાકાત લીધી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અજય દેવગણની ડેફિનેશન ચેંજિંગ એક્શન સિક્વન્સ, ડીપ ઈમોશન કનેક્ટ અને થ્રિલિંગ સ્ટોરીલાઈનને કારણે પ્રેક્ષકો ભોલાને જોવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 30મી માર્ચ, 2023ના રોજ રિલીઝ થઇ રહેલી તેમની ફિલ્મ “ભોલા” માટે અભિનેતા-દિગ્દર્શકે તેમના ચાહકો અને મીડિયા સાથે વાતચીત કરવા માટે અમદાવાદના  એનવાય સિનેમાની મુલાકાત લીધી હતી.

ફિલ્મમાં અજય દેવગણે એક્ટિંગ સાથે ડિરેક્શન પણ કર્યું છે. ભોલાના ટ્રેલરે દર્શકોમાં ઉત્સાહ જગાવ્યો છે. અજય દેવગણે ફિલ્મ અંગે જણાવ્યું હતું કે, “અમે ફિલ્મની શરૂઆત કરતાં  પહેલાં પૂરતું પ્લાનિંગ કર્યું હતું. કેવી રીતે એક્શન સિક્વન્સ ભજવશે, કાયા કેમેરાથી કયા એન્ગલથી શૂટિંગ કરવામાં આવશે વગેરે. એક્શન- ડિરેક્શન સાથે સંભાળવાની જવાબદારી મારા માટે મોટી હતી.”

આ ફિલ્મમાં અજય  દેવગનની સાથે તબ્બુ, દીપક ડોબરિયાલ, સંજય મિશ્રા અને ગજરાજ રાવ મુખ્ય ભૂમિકામાં છે. આઈમેક્સ 3ડી અને 4ડીએક્સ  ટિકિટ બુકિંગ માટે જબરદસ્ત પ્રતિસાદ મળ્યા પછી, નિર્માતાઓએ એડવાન્સ બુકિંગ શરૂ કરી દીધું છે. આ ગુરુવાર, 30મી માર્ચથી 2ડી, 3ડી, આઈમેક્સ 3ડી અને 4ડીએક્સ માં ભોલા સાથે રોમાંચક પ્રવાસ પર જવા માટે તૈયાર થાઓ.

Share This Article