અજય દેવગણ અને ટીમ હૈદરાબાદમાં દૃશ્યમ ૨ના ફાઈનલ શૂટ કરશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ફિલ્મનું પહેલું શીડ્યુલ ફેબ્રુઆરી મહિનામાં પૂરું થયું હતું અને ગોવામાં સેકન્ડ શીડ્યુલનું શૂટિંગ પૂરું થયું હતું. સ્વ. નિશિકાંત કામતે ડિરેક્ટ કરેલી અજય દેવગણની ફિલ્મ દૃશ્યમને બોક્સઓફિસ પર મોટી સક્સેસ મળી હતી. આ ફિલ્મમાં અજયની સાથે તબુ અને શ્રીયા સરન લીડ રોલમાં હતા. ફિલ્મની સીક્વલ સાત વર્ષ પછી શરૂ થાય છે અને પોતાના ફેમિલીને બચાવવાનો સંઘર્ષ વધુ તીવ્ર બને છે.

અજય દેવગણની રકુલ પ્રીત સિંઘ અને અમિતાભ બચ્ચનની રનવે ૩૪ હવે એમેઝોન પ્રાઈમ પર આવી છે. એક સાથે અનેક પ્રોજેક્ટ સંભાળવાની ટેલેન્ટ ધરાવતા અજય દેવગણે દૃશ્યમ ૨ની સાથે ભોલાનું શૂટિંગ પણ આટોપવાની તૈયારી કરી છે. ૨૦૧૮માં આવેલી ફિલ્મ રેડની સીક્વલ માટે પણ તૈયારી શરૂ કરી છે અને હાલ તેનું પ્રી-પ્રોડક્શન ચાલી રહ્યું છે. ભૂષણ કુમાર અને કુમાર મંગતે સીક્વલને આગામી વર્ષે ફ્લોર પર લઈ જવાની તૈયારી શરૂ કરી છે.

અજય સાથે દૃશ્યમ ૨ અને ભોલા પણ ભૂષણ કુમાર પ્રોડ્યુસ કરી રહ્યા છે. તેથી આ બંને ફિલ્મનું શૂટિંગ પૂરું થયા પછી રેડની સીક્વલનું કામ શરૂ થશે. આ ઉપરાંત લવ રંજનની ફિલ્મ દે દે પ્યાર દેની સીક્વલ બનાવવા માટે પણ અજય સાથે વાતચીત ચાલી રહી છે. ભૂષણ કુમારની ફિલ્મ ભૂલ ભુલૈયા ૨ને બોક્સઓફિસ પર ૧૫૦ કરોડથી વધુનું કલેક્શન મળ્યું છે. આ ઉપરાંત તેમની ફિલ્મ વિક્રમ વેધા અને સર્કસ પણ આ વર્ષે રિલિઝ થવાની છે.

એક ફિલ્મનું પ્રોડક્શન પૂરું થાય તે પહેલાં જ અજય દેવગણ આગામી પ્રોજેક્ટનું પ્લાનિંગ કરી રહ્યા છે. પોતાની પ્રોડક્શન કંપની અને એક્ટિંગ એમ બંને મોરચે અજય ખૂબ એક્ટિવ છે. અજય અને ટીમે હૈદરાબાદમાં દૃશ્યમ ૨ના ફાઈનલ શીડ્યુલના શૂટિંગની તૈયારી કરી છે. જૂનના પહેલા વીકમાં જ શૂટિંગ શરૂ કરવાનો તેમનો પ્લાન છે.

image 4
Share This Article