મુંબઇ : અભિનેતા અજય દેવગન અને રકુલની નવી ફિલ્મ દે દે પ્યાર દે ફિલ્મ ૧૫મી મેના દિવસે રજૂ કરવામાં આવનાર છે. અજય દેવગન એક નવા અંદાજમાં નજરે પડનાર છે. નવી સ્ટાર રકુલ ફિલ્મને લઇને આશાવાદી છે. થોડાક સમય પહેલા દે દે પ્યાર દે ફિલ્મના ફર્સ્ટ લુક ઇન્ટરનેટ પર જારી કરવામાં આવતા તેની પણ ચર્ચા જાવા મળી રહી છે. તેમાં અજય એક ડેશિંગ લુકમાં નજરે પડી રહ્યો છે. બ્લુ કલરની ટી શર્ટમાં તે જોરદાર રીતે દેખાઇ રહ્યો છે. અજય દેવગનના સ્વેગને જોવાલાયક છે. દે દે પ્યાર દે એક કોમેડી ફિલ્મ છે. જેને પ્યાર કા પંચનામા ફેમ નિર્દેશક લવ રંજન બનાવી રહ્યા છે.
લવ રંજન દ્વારા જ ફિલ્મની પટકથા પણ લખવામાં આવી છે. ફિલ્મમાં અજય દેવગનની સાથે ખુબસુરત રકુલ પ્રીત સિંહ નજરે પડી રહી છે. કેટલાક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે દે દે પ્યાર દેમાં શાહરૂખ ખાન પણ ખાસ રોલમાં નજરે પડનાર છે. જો કે આને લઇને સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અજય દેવગન પણ બે ફિલ્મને લઇને ભારે આશાવાદી છે. જે પૈકી તાનાજીમાં અજય દેવગન તાનાજી માલુસરેની ભૂમિકામાં નજરે પડનાર છે. જે શિવાજીના સેનાપતિ હતા.
બીજી બાજુ દે દે પ્યાર દેમાં તે અલગ લુકમાં નજરે પડનાર છે. વર્ષ ૨૦૧૮માં અજય દેવગન માટે કોઇ ખાસ સફળતા રહી ન હતી. જા કે વર્ષ ૨૦૧૯માં તે કેટલીક મોટી ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. અજય દેવગનની પાસે કેટલીક અન્ય ફિલ્મો પણ આવી ગઇ છે. દે દે પ્યાર દે ફિલ્મને લઇને તમામ નિર્માતા નિર્દેશક પહેલાથી જ આશા રાખી રહ્યા છે. વર્ષ ૨૦૧૯માં અન્ય કેટલાક કલાકારો પણ આશાવાદી છે. અજય દેવગનની સૌથી પહેલા ટોટલ ધમાલ નામની ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. જા ક આ ફિલ્મને સરેરાશ સફળતા મળી શકી હતી. આ રોમેન્ટિક ફિલ્મ તરીકે છે.