કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આરાધ્યા ઐશ્વર્યા રાય જેટલી જાેવા મળી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઐશ્વર્યા રાય દિકરી આરાધ્યાથી ઉંચી દેખાવા હીલ પહેર્યા

આરાધ્યા તાજેતરમાં મમ્મી-પાપાની સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે ગયેલી છે. અહીંથી આ સ્ટાર ફેમિલીની ઘણી બધી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે જે ઘણા ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ તસવીરો સામે આવ્યા બાદ આરાધ્યા બચ્ચની હાઈટની સૌથી વધુ ચર્ચાઓ થઈ રહી છે. જાેકે, આ તસવીરોમાં આરાધ્યા ઘણી મોટી લાગી રહી છે. લંબાઈમાં આરાધ્યા પોતાની મમ્મીના કાનથી પણ ઉંચી જાેવા મળી રહી છે.

એટલું જ નહીં, રસપ્રદ વાત એ છે કે આ દરમિયાન ઐશ્વર્યા હાઈ હીલ્સ પહેરી રહી છે તો બીજી બાજુ ઐશ્વર્યા હાઈ હીલ્સમાં જાેવા મળી રહી છે. અગાઉ જ્યારે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જતી વખતે આ સ્ટાર ફેમિલીને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યું હતું, ત્યારે પણ આરાધ્યા સ્પોર્ટસ શૂઝમાં હતી અને ઐશ્ચર્યા રાય બચ્ચન બ્લેક હાઈ હીલ્સ બૂટમાં જાેવા મળી હતી. ઐશ્ચર્યા અને આરાધ્યાની આ તસવીરોને જાેયા બાદ ફેન્સનું કહેવું છે કે ઐશ્ચર્યા આરાધ્યાથી લાંબી દેખાડવા માટે હાઈ હીલ્સ પહેરી રહી છે.

તેની સાથે જ અમુક સોશિયલ મીડિયા યૂઝર્સનું કહેવું છે કે આરાધ્યની હાઈટ જાે આ સ્પીડથી વધતી રહી તો આવનાર દિવસોમાં તે પોતાના પાપાને પણ ટક્કર આપવા લાગશે. આરાધ્યાની ઉંમર અત્યારે માત્ર ૧૦ વર્ષની છે અને તે ક્યૂટનેસના મામલે તમામ સ્ટાર કિડ્‌સને ટક્કર આપી રહી છે. ઐશ્ચર્યા સોશિયલ મીડિયા પર ઘણી વખત પોતાની દીકરીની સાથે એકથી એક ચઢીયાતી ક્યૂટ સેલ્ફી શેર કરતી રહે છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્ચર્યા દરેક વખતે પોતાની દીકરીને સાથે લઈને જાય છે.

આ વર્ષે પણ ઐશ્ચર્યા અને આરાધ્યા અહીં ખુબ મસ્તી કરી રહી છે અને તમામ સેલેબ્સની સાથે બન્ને મા-દીકરીની એકથી એક ચઢીયાતી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

Share This Article