ઐશ્વર્યા રાયે માતા વૃંદા રાયનો જન્મદિવસ ઉજવ્યો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ઐશ્વર્યા રાય હાલમાં જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાંથી પરત ફરી છે. કાન્સમાં પોતાની સુંદરતાનો જાદુ ફેલાવ્યા બાદ ઐશ્વર્યા તેની માતા વૃંદા રાયના ઘરે ગઈ હતી. જાે કે દર વખતે ઐશ્વર્યા તેની માતાને મળવા જાય છે, પરંતુ આ વખતે એક ખાસ પ્રસંગ હતો. અભિનેત્રી તેની માતાને જન્મદિવસની શુભેચ્છા આપવા પતિ અભિષેક બચ્ચન અને પુત્રી આરાધ્યા સાથે પહોંચી હતી. ઐશ્વર્યાએ આ પ્રસંગની ખાસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

દરેકના જીવનમાં માતાનું વિશેષ સ્થાન હોય છે. ઐશ્વર્યા રાય પણ તેની માતાની ખૂબ જ નજીક છે, ખાસ કરીને તેના પિતાની ગેરહાજરી બાદ તેનું ખાસ ધ્યાન રાખે છે. સોમવારે મોડી સાંજે, અભિનેત્રીએ તેની માતાને તેના જન્મદિવસ પર અભિનંદન આપતા ૈંહજંટ્ઠખ્તટ્ઠિદ્બ પર ખૂબ જ ખાસ તસવીરો શેર કરી હતી. તેની માતા વૃંદા રાયની પ્રથમ તસવીર શેર કરતા, ઐશ્વર્યાએ લખ્યું, ‘હેપ્પી બર્થડે ડિયરસ્ટ ડાર્લિંગ MOMMYYY-DODDAAA Love you always..God Bless Always’. આ સાથે તેણે ઈમોજી શેર કરીને પોતાના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે. જ્યારે બીજી તસવીરમાં ઐશ્વર્યા રાય, વૃંદા રાય, અભિષેક બચ્ચન અને આરાધ્યા નજરે પડે છે.

આરાધ્યા તેની દાદીના ગળામાં અને હાથમાં ફૂલો પકડેલી જાેવા મળે છે. પૃષ્ઠભૂમિમાં ઐશ્વર્યાના પિતા સ્વર્ગસ્થ કૃષ્ણરાજ રાયની તસવીર જાેવા મળે છે. ત્રીજી તસવીરમાં વૃંદા તેની પૌત્રી સાથે ખુરશી પર બેઠી છે અને ઐશ્વર્યા પાછળ ઉભી છે. બેકગ્રાઉન્ડમાં ઐશ્વર્યાની અનેક તસવીરોથી શણગારેલી ફોટો ફ્રેમ જાેવા મળે છે. ઐશ્વર્યા રાય તેના પતિ અભિષેક બચ્ચન અને પુત્રી આરાધ્યા સાથે આ સપ્તાહના અંતમાં કેન્સથી પરત ફરી છે.

ઐશ્વર્યાએ કાન્સમાં ઘણી વખત રેડ કાર્પેટ પર વોક કરીને પોતાની સુંદરતાનો પરચો આપ્યો હતો. ઐશ્વર્યાએ છેલ્લા દિવસે ગૌરવ ગુપ્તાના પિંક ગાઉનમાં રેડ કાર્પેટ વોક કર્યું હતું.પહેલા દિવસે રેડ કાર્પેટ વોક કર્યા બાદ ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન અને આરાધ્યાએ ડિનર પાર્ટીમાં હાજરી આપી હતી. તેઓ શહેરની એક રેસ્ટોરન્ટમાં પણ ગયા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઐશ્વર્યા ટૂંક સમયમાં મણિરત્નમની તમિલ પિરિયડ ફિલ્મ પોનીયિન સેલ્વનમાં જાેવા મળશે.

આ ફિલ્મમાં જયમ રવિ, ચિયાન વિક્રમ અને કીર્તિ સુરેશ પણ છે.ઐશ્વર્યા રાયને સુંદરતા વારસામાં મળી છે. તેની માતા વૃંદા રાય આ ઉંમરે પણ ખૂબ જ સુંદર છે. પિતા કૃષ્ણરાજ રાયનું ૨૦૧૭માં કેન્સરને કારણે અવસાન થયું હતું. આવી સ્થિતિમાં, ઐશ્વર્યા તેના જન્મદિવસ પર તેની માતાને મળવા ચોક્કસ જાય છે.

Share This Article