કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા અને દીપીકાએ તમામના હોશ ઉડાવ્યા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

દીપિકા અને ઐશ્વર્યા કાન્સની શોભા વધારવા ત્યાં પહોંચ્યા અને છવાઈ ગયા.અહીંથી બંનેનો લૂક સામે આવ્યો છે. જેની સાથે બંને વચ્ચે એક કોમ્પિટિશન શરૂ થઈ ગઈ અને ઐશ્વર્યા તેમાં દીપિકાને હરાવતી નજરે પડી. દીપિકા આ વર્ષે જ્યુરી મેમ્બર્સના લિસ્ટમાં છે. આ વચ્ચે તેનો લૂક પણ સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. પહેલા જ દીપિકાએ પોતાના સ્ટાઈલિશ લૂકથી લોકોને પોતાના દીવાના બનાવ્યા હતા. અને રેડ તેમજ ગોલ્ડ સિક્વિન સાડીમાં તો તે ગજબ લાગી રહી છે. દીપિકાએ પોતાના આ લૂકના ડાર્ક મેકઅપ અને બોલ્ડ આઈઝ્‌ સાથે પુરો કર્યો છે.

Cannes Film Festival 2022 Aishwarya Rai Bachhan

ડ્રામેટિક આઈ મેકઅપ દીપિકાના લૂકમાં ચાર ચાંદ લગાવી રહ્યો છે. ઐશ્વર્યા રાય આ વર્ષે પણ કાન્સમાં શિરકત કરવા પહોંચી. જેને જોઈને સૌ કોઈના શ્વાસ થંભી ગયા. ઐશ્વર્યાનો લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હવે સૌને રેડ કાર્પેટની તસવીરોની રાહ છે. ઐશ્વર્યા કાન્સમાં પતિ અભિષેક અને દીકરી આરાધ્યા સાથે પહોંચી છે.  સામે આવી તસવીરોમાં ઐશ્વર્યા કોઈ મહારાણી જેવી લાગી રહી છે. તેણે ન્યૂડ મેકઅપ અને હીરાની જ્વેલરી સાથે કમ્પલિટ કર્યો.

Share This Article