એરટેલની મ્યુઝિક સ્ટ્રીમિંગ એપ વિન્ક મ્યુઝિકે ગૂગલ પ્લેસ્ટોર પર મોસ્ટ એન્ટરટેઈનિંગ એપ તરીકે રેટિંગ મેળવ્યું છે. ઓટીટી એપ તરીકે વર્ષ 2014માં લોન્ચ થયેલી વિન્ક મ્યુઝિક સૌથી વધુ સંખ્યામાં સક્રિય યુઝર્સમાંની એક સાથે ભારતની અગ્રણી મ્યુઝિક એપ તરીકે ઊભરી આવી છે. સ્માર્ટ ફોન્સ અને હાઈ-સ્પીડ ડેટા નેટવર્ક્સની વિસ્ફોટક વૃદ્ધિને પગલે વિન્ક મ્યુઝિક 100 મિલિયનથી વધુ વખત ઈન્સ્ટોલ થઈ ગઈ છે.
ગ્રાહકોને અવિરત અને સાતત્યપૂર્ણ એપ અનુભવ પૂરો પાડવા પર ધ્યાન કેન્દ્રીત કરવાના કારણે વિન્ક મ્યુઝિક ખરા અર્થમાં અન્યોથી અલગ પડી જાય છે.
ભારતી એરટેલના કન્ટેન્ટ અને એપ્સના સીઈઓ સમીર બત્રાએ જણાવ્યું હતું કે, ‘અમે ગ્રાહકોને સૌથી સારો અનુભવ પૂરો પાડવા માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ અને અમે તેને વધુ સારો કરવા માટે રોકાણ અને નવીન માર્ગો શોધવાનું ચાલુ રાખીશું. અમારા ચાહકો તરફથી અમને જે પ્રેમ મળ્યો છે તે અમારા પ્રયાસો માટે સૌથી મોટું પ્રોત્સાહક બળ છે અને વર્ષ 2018ના અંતે આ સિદ્ધિ મેળવવા બદલ અમે ખરા અર્થમાં ખૂબ જ ગૌરવ અનુભવીએ છીએ.’
મે 2018માં રજૂકરાયેલું વિન્ક મ્યુઝિકનું લેટેસ્ટ વર્ઝન યુઝર્સને વધુ વ્યક્તિગત અને કોન્ટેક્ચ્યુઅલ અનુભવ પૂરો પાડે છે. એકદમ નવી વિન્ક મ્યુઝિક રેડીયો ટેબ, સમર્પિત ‘માય મ્યુઝીક’ ટેબ સાથે ઉપલબ્ધ છે અને સોશિયલ પાસા સાથે પ્લેલિસ્ટની રજૂઆત વપરાશકારોને તેમની પસંદગી મુજબ અન્યો દ્વારા બનાવવામાં આવેલ લિસ્ટ્સ ફોલો કરવા માટે સક્ષમ બનાવે છે. આર્ટિસ્ટ સેક્શન સાથે પણ આ એપ મ્યુઝિક આર્ટિસ્ટના શ્રેષ્ઠ ગીતો દર્શાવી યુઝર્સને નેવિગેટ કરવામાં સરળતા કરી આપે છે.
સમીર બત્રાએ ઉમેર્યું, ‘અમે હવે અમારી લાઈબ્રેરીમાં પ્રાદેશિક ગીતો, સંગીત ઉમેરવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ, કારણકે ઓનલાઈન પર આવતા નવા યુઝર્સ મોટાભાગે નાના શહેરો અને ગામડાઓમાંથી આવે છે. વિન્ક પર પ્રાદેશિક ગીતોના સ્ટ્રીમિંગના પ્રમાણમાં જંગી વધારો થઈ રહ્યો હોવાનું અમને જોવા મળી રહ્યું છે અને અમારું માનવું છે કે આગામી વર્ષોમાં આ ટ્રેન્ડમાં વ્યાપક સ્તર પર વધારો થશે.
બજાર અને ગ્રાહકો અંગે એરટેલ વ્યાપક સમજ ધરાવે છે અને આ યુઝર્સને અદ્ભૂત અનુભવ પૂરો પાડવા માટે અમે સક્ષમ છીએ.’
વિન્ક મ્યુઝિકે હંગામા, યુનિવર્સલ મ્યુઝિક, સોની મ્યૂઝિક, સારેગામા, ઝી મ્યુઝિક, આદિત્ય મ્યુઝિક, યુનિસીસ, વીનસ, પીડીએલ સહિત મોટાભાગની બધી જ રેકોર્ડિંગ કંપનીઓ સાથે ભાગીદારી કરી છે અને તે યુઝર્સને અસાધારણ વૈવિધ્યપૂર્ણ અને ઉત્કૃષ્ટ મનોરંજન અનુભવ પૂરો પાડે છે.