નવી દિલ્હી : મોબાઇલ ફોન સર્વિસ પર જંગી ખર્ચ કરનાર કસ્ટમરોની મુશ્કેલીઓ વધી શકે છે. ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાએ હાલમાં જ મિનિમમ રિચાર્જ પ્રિપેઇડ પેક શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
આ કંપનીઓ તરફથી એવરેજ રેવન્યુ પર યુઝર્સ વધારવા, પ્રોફિટેબલ કસ્ટમરો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા અને રેવન્યુ ન આપનાર કસ્ટમરોને બહાર કરવાનું દબાણ આવી રહ્યું છે. માર્કેટ લીડર વોડાફોન આઈડિયા અને દેશની બીજી સૌથી મોટી ડિજિટલ કંપની ભારતી એરટેલે ૧૦૦ રૂપિયાથી ઓછામાં અનેક પ્રિપેઇડ પેક પર ૨૮ દિવસ માટે વેલિડિટી શરૂ કરી છે. આમા ૩૫, ૬૫ અને ૯૫ રૂપિયાના પેકનો સમાવેશ થાય છે.
આનાથી આ પ્લાન પર રિચાર્જ ન કરનાર કસ્ટમરોના આઉટ ગોઇંગ કોલ ૩૦ દિવસ અને ઇન્કમમિંગ કોલ ૪૫ દિવસમાં બંધ થઇ જશે. આ પગલાથી જાણવા મળી રહ્યું છે કે, બે મોટી ટેલિકોમ કંપનીઓ છેલ્લા બે વર્ષમાં ઓછા પ્રાઇઝિંગથી નુકસાન ઉઠાવ્યા બાદ હવે રેવન્યુ અને પ્રોફિટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ટેલિકોમ માર્કેટમાં રિલાયન્સ જીઓની એન્ટ્રી બાદ પ્રાઇઝવોરથી આ કંપનીઓના રેવન્યુ અને પ્રોફિટ બંને ઉપર માઠી અસર થઇ છે.