ભારતની અગ્રણી કોમ્યુનિકેશન સર્વિસ પૂરી પાડનારી ભારતી એરટેલ (એરટેલ)એ આજે વીડિયો મનોરંજનના ભવિષ્યને બદલવા અને વપરાશકારોના અનુભવને વધુ એક ઊંચા સ્તરે લઈ જવાનું કામ કર્યું છે. કંપનીએ આંખના પલકારે મળતી 5જીની અસાધારણ ગતિની ક્ષમતાઓ રજૂ કરી હતી.
પોતાના હાઈ સ્પીડ 5જી ટેસ્ટ નેટવર્ક પર અત્યાધુનિક ઈમર્સિવ વીડિયો ટેકનોલોજીનો ઉપયોગ કરતાં એરટેલે 1983ના ક્રિકેટ વિશ્વ કપ દરમિયાન ઝિમ્બાબ્વે વિરુદ્ધ કપિલ દેવની પ્રખ્યાત 175 અણનમ ઈનિંગને સ્ટેડિયમના અનુભવ સાથે રીક્રિએટ કરી. 4કે મોડમાં વિશેષ રૂપે તૈયાર કરાયેલા 175 રિપ્લેડ વીડિયોના માધ્યમથી મેચની મહત્વપૂર્ણ ક્ષણોને જીવંત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 1983ના ક્રિકેટ વિશ્વ કપ દરમિયાન આ દિવસે ટીવી ટેકનિશિયનોની હડતાળના કારણે કપિલ દેવની આ મહાન ઈનિંગનો વીડિયો ફૂટેજ ઉપલબ્ધ નહોતો.
1 જીબીપીએસથી વધુની ગતિ અને 20 એમએસથી ઓછા વિલંબ સાથે 50થી વધુ વપરાશકારોએ એક જ સમયે 5જી સ્માર્ટફોન પર અનેક કેમેરા કોણોના રિયલ ટાઈમ એક્સેસ, સ્ટેડિયમની અંદર 360 ડિગ્રી વ્યૂ, શોટ્સના વિશ્લેષણ અને આંકડા સાથે નિર્મિત મેચને સંપૂર્ણપણે પર્સનલાઈઝ્ડ 4કે વીડિયોનો આનંદ લીધો.
ભારતની પહેલી 5જી સંચાલિત હોલોગ્રામ વાતચીતમાં કપિલ દેવ સાથે સંવાદે આ સત્રને વધુ રોમાંચક બનાવી દીધું. આ દરમિયાન મહાન ક્રિકેટર કપિલ દેવ એરટેલ 5જી પાવર્ડ વર્ચ્યુઅલ અવતારના માધ્યમથી વાસ્તવિક સમયમાં પ્રશંસકો સાથે વાતચીત કરવા અને તેમને પોતાની ઈનિંગની મહત્વપૂર્ણ ક્ષણો અંગે વાત કરવા માટે પણ મંચ પૂરો પાડવામાં આવ્યો હતો.
ભારતી એરટેલના સીટીઓ રણદીપ સેખોએ કહ્યું કે, 5જીની ગીગાબિટ સ્પીડ અને મિલીસેકન્ડ લેટેંસી આપણી મનોરંજનનો ઉપયોગ કરવાની રીત બદલી નાંખશે. આજના પ્રદર્શન સાથે અમે માત્ર 5જીની અનંત સંભાવનાઓ અને ડિજિટલ દુનિયામાં અત્યાધિક વ્યક્તિગત ઈમર્સિવ અનુભવોની સપાટીને ઉજાગર કરી છે. 5જી આધારિત હોલોગ્રામ સાથે અમે વર્ચ્યુઅલ અવતારોને કોઈપણ સ્થળ પર લઈ જવામાં સક્ષમ હોઈશું. આ બેઠકો અને સંમેલનો, લાઈવ સમાચારો અને અન્ય અનેક બાબતો માટે ગેમ ચેન્જર સાબિત થશે. એરટેલ આ ઉભરતી ડિજિટલ દુનિયામાં 5જી માટે સંપૂર્ણપણે તૈયાર છે અને ભારત માટે નવા અને અભિનવ પ્રયોગ તૈયાર કરી રહી છે, જે પ્રક્રિયામાં છે. અમે આ પ્રસંગે ટેલિકોમ વિભાગનો આભાર વ્યક્ત કરીએ છીએ કે તેણે અમને ટ્રાયલ સ્પેક્ટ્રમ આપ્યું, જેથી આવા પ્રયોગોના માધ્યમથી અમારી ટેકનિકનું મૂલ્યાંકન કરી શકાય.
પોતાના અનુભવ અંગે જણાવતા કપિલ દેવે કહ્યું, હું 5જી ટેકનોલોજીની શક્તિ અને ક્ષમતાથી આશ્ચર્યચકિત છું અને મારા ડિજિટલ અવતારને મારા પ્રશંસકો સાથે વાતચીત કરતા જોઈને પોતે ખરેખર એ જગ્યાએ હોવાનો અનુભવ કરી રહ્યો હતો. આ શાનદાર પ્રયાસ અને મારી કારકિર્દીની સૌથી મહત્વપૂર્ણ ઈનિંગ્સમાંથી એકને જીવંત કરવા માટે એરટેલનો આભાર.
એરટેલે ભારત સરકારના ટેલિકોમ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલા 3500 મેગાહર્ટ્ઝ બેન્ડ પરીક્ષણ સ્પેક્ટ્રમ પર આધારિત એનએસએ અને એસએ મોડમાં એરિક્સન 5જી રેડિયોનો ઉપયોગ કરતા માનેસર (ગુરુગ્રામ)માં પોતાના નેટવર્ક અનુભવ કેન્દ્રમાં આ પ્રદર્શન કર્યું હતું.
એરટેલ ભારતમાં 5જીની આગેવાની કરી રહી છે. આ વર્ષની શરૂઆતમાં એરટેલે લાઈવ 4જી નેટવર્ક પર ભારતના પહેલા 5જી અનુભવનું પ્રદર્શન કર્યું હતું. ભારતના પહેલા ગ્રામીણ 5જી પરીક્ષણની સાથે 5જી પર પહેલા ક્લાઉડ ગેમિંગ અનુભવનું પણ પ્રદર્શન કરાયું હતું. #5GforBusinessના ભાગરૂપે, એરટેલે 5જી આધારિત સમાધાનોનું પરીક્ષણ કરવા માટે અગ્રણી વૈશ્વિક અને બ્રાન્ડો સાથે ભાગીદારી કરી છે.