અમદાવાદઃ તેના 23મા એનિવર્સરી સેલિબ્રેશનના ભાગરૂપે એરટેલે અમેઝોન પે સાથે ભાગીદારીમાં તેના સ્માર્ટફોન ગ્રાહકો માટે એક આકર્ષક ગીફ્ટ રજૂ કરી છે. એરટેલ પ્રી-પેઈડ અને પોસ્ટપેઈડ ગ્રાહકો સ્માર્ટફોન્સ પર રૂ. 51ના મૂલ્યનું એક વિશેષ અમેઝોન પે ડિજિટલ ગીફ્ટ કાર્ડ મેળવશે. આ ગીફ્ટ કાર્ડ અમેઝોન પે બેલેન્સ તરીકે લોડેડ હશે અને મોબાઈલ રીચાર્જીસ, બીલ પેમેન્ટ્સ અથવા અમેઝોન ઈન્ડિયાના વિસ્તૃત કેટલોગમાંથી ખરીદી માટે તેનો ઉપયોગ થઈ શકશે. અમેઝોન પેના ભાગીદાર વેપારીઓને ત્યાં પણ તેનો ઉપયોગ થઈ શકશે.
કેવી રીતે મેળવશો ડિજિટલ ગીફ્ટ કાર્ડઃ
પ્રી-પેઈડ ગ્રાહકો રૂ.100 અથવા વધુના મૂલ્યના બન્ડલ પેક પર અને પોસ્ટપેઈડ ગ્રાહકો કોઈપણ ઈન્ફિનિટી પ્લાન પર આ વિશેષ અમેઝોન પે ગીફ્ટ કાર્ડ માટે લાયક હશે. આ ડિજિટલ ગીફ્ટ કાર્ડ માય એરટેલ એપ મારફત મેળવી શકાશે. ગ્રાહકોએ પ્લેસ્ટોર (એન્ડ્રોઈડ) અથવા એપ સ્ટોર (આઈઓએસ)માંથી માય એરટેલ ડાઉનલોડ કરવાની જરૂર છે. ગ્રાહકોએ ગીફ્ટ કાર્ડ એક્ટિવેટ કરવા માટે માયએરટેલ એપની અંદર ‘એરટેલ થેન્ક્સ’ બેન પર ક્લિક કરવાની જરૂર છે.
આ ડિજિટલ ગીફ્ટ કાર્ડ એરટેલ પ્રી-પેઈડ બન્ડલ પેક માટે રૂ. 100 અથવા આગામી 30 દિવસથી વધુ સમયનો વિકલ્પ અપનાવશે અથવા કોઈપણ ઈન્ફિનિટી પોસ્ટપેઈડ પ્લાન અપગ્રેડ કરાવશે તેવા ગ્રાહકો માટે ઉપલબ્ધ રહેશે.
ગ્રાહકો માયએરટેલ એપ, અમેઝોન.ઈન જેવા કોઈપણ ઓનલાઈન પોર્ટલ્સ અથવા નજીકના રીટેલરની મુલાકાત લઈને અથવા એરટેલ સ્ટોર જેવી કોઈપણ ચેનલ મારફત રીચાર્જ કરાવી શકશે. આ ઓફર મર્યાદિત સમય માટે વેલિડ છે.
એરટેલ બન્ડલ્ડ રીચાર્જીસની વ્યાપક રેન્જ સાથે અનેક લાભ પૂરા પાડે છે. આ લાભમાં હાઈ સ્પીડ ડેટા અને મફત નેશનલ રોમિંગ સહિત અમર્યાદિત કોલિંગનો સમાવેશ થાય છે. એરટેલ ઈન્ફિનિટી પોસ્ટપેઈડ પ્લાન્સ રોલઓવર સુવિધા સાથે ડેટાનો મોટો માસિક ક્વોટા, મફત નેશનલ રોમિંગ સાથે અમર્યાદિત કોલિંગ, એક વર્ષની અમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ તથા એરટેલ ટીવી અને વિન્ક મ્યુઝિકના મફત સબસ્ક્રીપ્શન ની સુવિધા ઓફર કરે છે. એરટેલને અનેક એજન્સીઓ દ્વારા ભારતના સૌથી ઝડપી મોબાઈલ નેટવર્ક તરીકે રેટિંગ આપવામાં આવ્યું છે.
આ ભાગીદારી અંગે ટીપ્પણી કરતાં ભારતી એરટેલના ચીફ માર્કેટિંગ ઓફિસર વાની વેંકટેશે જણાવ્યં હતું કે, ‘અમારા ગ્રાહકો સાથે આ ઊજવણીમાં અમેઝોન પે સાથે ભાગીદારી કરતાં અમને ખૂબ જ આનંદ થાય છે. સ્માર્ટફોન્સ સાતે ગ્રાહકોમાં ઓનલાઈન શોપિંગ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. ભારતના સૌથી ઝડપી નેટવર્ક પર ડેટાનો શ્રેષ્ઠ અનુભવ કરવાની સાથે અમારા ગ્રાહકો હવે અમેઝોનમાંથી ઓફર્સ/ડીલ્સની વ્યાપક રેન્જ પર શોપિંગ કરવાની સાથે રીચાર્જીસ અને બીલ પેમેન્સ્ટસની મૂલ્યવર્ધિત સેવાઓનો પણ લાભ મેળવી શકશે.’
અમેઝોન પે ઈન્ડિયા પ્રાઈવેટ લિ.ના ડિરેક્ટર શરિક પ્લાસ્ટિકવાલાએ જણાવ્યું હતું કે, ‘અમે અમારા ગ્રાહકોની જરૂરિયાત સમજીએ છીએ અને તેઓ સતત ઉપયોગ કરતા હોય તેવા પ્લેટફોર્મ્સ પર તેમનો પેમેન્ટ અનુભવ વધારવા સતત પ્રયાસ કરતા રહીએ છીએ. આ ગીફ્ટ કાર્ડ સાથે એરટેલ ગ્રાહકો હવે તેમનો પ્રી-પેઈડ મોબાઈલ રિચાર્જ કરાવી શકશે, બીલ્સ ચૂકવી શકશે અને અમેઝોન.ઈન પર શોપિંગ કરી શકશે.’