તેના પ્લેટફોર્મ પર ગ્રાહકો માટે ઉપલબ્ધ વીમા સોલ્યુશન્સની વિશાળ શ્રેણીમાં ઉમેરો કરીને એરટેલ પેમેન્ટ્સ બેંકે ICICI Lombard જનરલ ઈન્સ્યોરન્સ કંપની સાથે ભાગીદારીમાં સાયબર ઈન્સ્યોરન્સની રજૂઆત કરવાની શરૂઆત કરી છે.
ડિજિટલ પેમેન્ટ્સ અને ટ્રાન્ઝેક્શન્સમાં વૃદ્ધિને કારણે ઑનલાઇન છેતરપિંડીઓમાં પણ વધારો થયો છે, જે વધુને વધુ અત્યાધુનિક બની રહ્યા છે. ICICI Lombard તરફથી સાયબર ઈન્સ્યોરન્સ સોલ્યુશન ગ્રાહકોને બેંકિંગ, ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડસંબંધિત; ચોરીની ઓળખ; ફિશિંગ કે ઇમેઇલ સ્પૂફિંગ અને અન્ય ઘણી બધી સંભવિત નાણાકીય છેતરપિંડી સામે નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે.
એરટેલ પેમેન્ટ્સ બેંકના ગ્રાહકો એરટેલ થેંક્સ એપનો ઉપયોગ કરીને મિનિટોમાં આ સાયબર ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદી શકે છે. આ વીમો ઝીરો વેઇટીંગ પીરિયડની સાથે આવે છે અને ઉપયોગકર્તાઓને પોલીસી ગાળા દરમિયાન પસંદ કરાયેલ વીમા રકમની માર્યાદામાં એકથી વધુ વાર બહુવિધ દાવા કરવાની મંજૂરી આપે છે. પોલિસી 90-દિવસનો શોધ સમયગાળો પ્રદાન કરશે અને ત્યારબાદ સાત-દિવસનો રિપોર્ટિંગ સમયગાળો આપશે. આનો અર્થ એ છે કે જો વીમાધારકને વ્યવહારની તારીખના 90માં દિવસે તેમના કાર્ડ અથવા ખાતામાંથી અનધિકૃત ટ્રાન્ઝેક્શનની જાણ થાય છે, તો તેઓ હજુ પણ તેની જાણ આગામી સાત દિવસમાં ઇશ્યુઇંગ બેંક અથવા મોબાઇલ વૉલેટ કંપનીને કરી શકે છે.
ICICI Lombardના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી સંજીવ મંત્રીએ જણાવ્યું, “કોવિડ-19 રોગચાળાએ ઘર અને કાર્યસ્થળ વચ્ચેની રેખાને ધૂંધળી કરી દીધી છે. અસંખ્ય કંપનીઓ ઘરેથી કામને સામાન્ય બનાવતી હોવાથી, વિપુલ પ્રમાણમાં ડેટા ઓપન ડોમેનમાં વહન કરવામાં આવી રહ્યો છે, તેથી સંવેદનશીલ માહિતી આજે પહેલા કરતા વધુ સુરક્ષા નબળાઈઓથી ગ્રસ્ત છે. અમે એરટેલ પેમેન્ટ્સ બેંક સાથે ભાગીદારી કરવા માટે ઉત્સાહિત છીએ કારણ કે આ અગ્રણી જોડાણ અમારા ગ્રાહકોને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના યુગમાં સાયબર-હુમલાઓના વિસ્ફોટને રોકવા માટે નવા-યુગના જોખમ ઉકેલો પ્રદાન કરવાની કંપનીની પ્રતિજ્ઞા પર ભાર મૂકશે.”
એરટેલ પેમેન્ટ્સ બેંકના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી ગણેશ અનંતનારાયણે જણાવ્યું, “અમને અમારા ગ્રાહકોને આ પ્રોડક્ટ ઓફર કરવા માટે ICICI Lombard સાથે ભાગીદારી કરવામાં આનંદ થાય છે. તે અમારા હાલના સરળ, સુરક્ષિત અને મૂલ્ય આધારિત ઉકેલોની કલગીમાં એક મહત્વપૂર્ણ ઉમેરો છે અને અમે આશા રાખીએ છીએ કે અમારા ઉપયોગકર્તાઓ આ અનન્ય ઓફરનો લાભ મેળવશે.”
એરટેલ પેમેન્ટ્સ બેંક તેના ગ્રાહકોને તેમની ચૂકવણીની યાત્રાને વધુ સુરક્ષિત બનાવવા માટે તેમની સુરક્ષા માટે સૌથી આગળ નવીનતાઓ આપી રહી છે. આ વર્ષની શરૂઆતમાં, ગયા વર્ષ બેંકે એરટેલ સેફ પે ─ઓનલાઈન ચૂકવણી કરવાની સૌથી સુરક્ષિત રીત લોન્ચ કરી હતી. તેના પ્લેટફોર્મ પર સાયબર ઈન્સ્યોરન્સ સોલ્યુશનનું આ લોન્ચિંગ એ દિશામાં એક બીજું પગલું છે.
ICICI Lombard લાખો ગ્રાહકોને તેમની વૈવિધ્યસભર જરૂરિયાતોના આધારે તેના ગ્રાહકોને સરળ અને નવા યુગના જોખમ ઉકેલો ઉપલબ્ધ કરાવવામાં મોખરે છે. આ જોડાણ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ તરફથી એક નવીન ઉકેલ હશે કારણ કે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)એ રોગચાળા દરમિયાન ડિજિટલ છેતરપિંડી અને સાયબર ચોરીમાં થયેલા વધારાને ટાંકીને સાયબર વીમાની જરૂરિયાતને રેખાંકિત કરી છે. વિઘ્નરહિત ગ્રાહક અનુભવને તેના મૂળમાં રાખીનેકંપનીએ ‘આઇએલટેકકેર એપ’ જેવા ટેક-આધારિત સોલ્યુશન્સ પણ ઓફર કર્યા છે, જ્યાં ગ્રાહકો પોલિસી ખરીદી શકે છે, દાવાઓનું સંચાલન કરી શકે છે અને પોલિસી રિન્યૂ કરી શકે છે. વધુમાં, કંપની તેના ગ્રાહકોને તેમની સુવિધા અનુસાર વિવિધ પ્લેટફોર્મ દ્વારા વીમો ખરીદવાનો વિકલ્પ આપે છે.