ભારતની અગ્રણી ટેલિકેમ્યુનિકેશન્સ સર્વિસ પ્રોવાઇડર ભારતી એરટેલ તેની મેરા પેહલા સ્માર્ટફોન પહેલ અંતર્ગત પોષાય તેવી કિંમતે ૪જી સ્માર્ટફોન ઉપલબ્ધ કરાવશે. આ માટે એરટેલ અને મોટોરોલા ઇન્ડિયાએ પોતાની ભાગીદારીની જાહેરાત કરી છે.
આ ભાગીદારી અંતર્ગત મોટોરોલાના બે પ્રખ્યાત ૪જી સ્માર્ટફોન મોટો સી અને મોટો ઈ૪ અને લેનોવો તરફથી લેનોવો કે૮ નોટ રૂપિયા ૨૦૦૦ની કેશબેક ઓફર સાથે ઉપલબ્ધ બનશે. આ તમામ સ્માર્ટફોન એરટેલ દ્વારા ઓફર કરવામાં આવી રહેલા સ્પેશિયલ રિચાર્જ પેક સાથે ઉપલબ્ધ રહેશે, જેમાં પ્રતિદિન ૧જીબી ડેટા અને અમર્યાદિત લોકલ અને એસટીડી કોલિંગ ધરાવે છે.
મોટો સી | મોટો ઈ૪ | લેનોવો કે૮ નોટ | |
પેમેન્ટ (રૂપિયા) | ૫,૯૯૯ | ૮,૪૯૯ | ૧૨,૯૯૯ |
કેસબેક (રૂપિયા) | ૨,૦૦૦ | ૨,૦૦૦ | ૨,૦૦૦ |
અસરકારક કિંમત (રૂપિયા) | ૩,૯૯૯ | ૬,૪૯૯ | ૧૦,૯૯૯ |
સ્ક્રિન સાઇઝ | ૧૨.૭ સેમી (૫) | ૧૨.૭ સેમી (૫) | ૧૩.૯૭ સીએમ(૫.૫) |
પ્રોસેસર | ૧.૧ ગીગાહર્ટ્ઝ ક્વોડ કેર | ૧.૩ ગીગાહર્ટ્ઝ ક્વોડ કેર | ૨.૩ ગીગાહર્ટ્ઝ ક્વોડ કેર |
રેમ / રોમ | ૧ જીબી/ ૧૬ જીબી (૩૨ જીબી એક્સપાન્ડેબલ) | ૨ જીબી/ ૧૬ જીબી (૧૨૮ જીબી એક્સપાન્ડેબલ) | ૪ જીબી/ ૬૪ જીબી (૨૫૬ જીબી એક્સપાન્ડેબલ) |
કેમેરા | ૫ એમપી / ૨ એમપી સેલ્ફી ફ્લેશ | ૮ એમપી / ૫ એમપી સેલ્ફી ફ્લેશ | ૧૩+૫ એમપી, ડ્યુઅલ રીઅર કેમેરા / ૧૩ એમપી સેલ્ફી કેમેરા વિથ પાર્ટી ફ્લેશ |