અમદાવાદ : ભારતની અગ્રણી ટેલિકોમ્યુનિકેશન્સ સર્વિસ પ્રોવાઈડર ભારતી એરટેલ (એરટેલ)એ આજે ટેરીફને સરળ બનાવવા અને ગ્રાહકોની સાનુકૂળતામાં ઉમેરો કરવાના પ્રયાસના ભાગરૂપે બાંગ્લાદેશ અને નેપાળ માટે નવા આઈએસડી કોલ ચાર્જીસ જાહેર કર્યા છે.
હાલમાં એરટેલ પ્રી-પેઈડ મોબાઈલ યુઝર્સ માટે ઉપલબ્ધ નવા આઈએસડી કોલ ચાર્જીસ ઉદ્યોગમાં સૌથી વધુ વ્યાજબી છે અને બાંગ્લાદેશ તથા નેપાળમાં કોલ કરવા માટે વધારાના આઈએસડી પેક ખરીદવાની જરૂરિયાત દૂર કરે છે. એરટેલ મોબાઈલ ગ્રાહકો તેમના નિયમિત રિચાર્જ પેક અને બંડલ્સ સાથે સૌથી સ્પર્ધાત્મક આઈએસડી ટેરિફનો આનંદ માણી શકશે.
બાંગ્લાદેશમાં હવે માત્ર પ્રતિ મિનિટ રૂ. ૨.૯૯ (અગાઉનો દર પ્રતિ મિનિટ રૂ. ૧૨)ના દરે કોલ કરી શકાશે, જે કોલ દરમાં ૭૫% સુધીનો ઘટાડો દર્શાવે છે. નેપાલમાં કોલ કરવા માટે હવે પ્રતિ મિનિટ રૂ. ૭.૯૯ (અગાઉ પ્રતિ મિનિટ રૂ. ૧૩)નો ચાર્જ થશે, જે અંદાજે ૪૦%સુધીનો ઘટાડો દર્શાવે છે.
ભારતી એરટેલના સીઓઓ અજય પુરીએ જણાવ્યું હતું કે, ‘એરટેલ તેના ગ્રાહકોને વૈશ્વિક સ્તરની સેવાઓનો અનુભવ પૂરો પાડવાની સાથે વેલ્યુ પણ ઓફર કરવા સતત પ્રયત્નશીલ રહે છે. આ નવા કોલિંગ દર વધુ સરળ બનાવવામાં આવશે અને આ પડોશી દેશોમાં કોલિં કરવા માટે વિશેષ આઈએસડી પેક્સ માટેની જરૂરીયાત દૂર કરાશે. એરટેલના રીટેલ અને બિઝનેસ ગ્રાહકોને આ ઘટાડેલા દરોનો વિશેષ લાભ મળશે અને અમને વિશ્વાસ છે કે આ માર્ગો પર મિનિટ્સનો વપરાશ વધશે.’
આ નવા આઈએસડી દર સ્થળાંતર કરનારા લોકો અને ઉદ્યોગો માટે લાભદાયક બનશે અને તે આ પ્રદેશમાં સામાજિક-આર્થિક સહકારમાં વૃદ્ધિમાં નોંધપાત્ર યોગદાન આપશે.
એરટેલ સમગ્ર ભારતમાં ૨૮ કરોડથી વધુ મોબાઈલ ગ્રાહકોને સેવા પૂરી પાડે છે. તે આકર્ષક પ્રી-પેઈડ પેક ઓફર કરે છે, જે અમર્યાદિત કોલિંગ, વ્યાપક ડેટા વપરાશ અને બંડલ કન્ટેન્ટના લાભ પૂરા પાડે છે. એરટેલ અનેક વૈશ્વિક સ્તરે જાણીતા પ્લેટફોર્મ્સ દ્વારા સૌથી ઝડપી નેટવર્ક તરીકે સાતત્યપૂર્ણ રેટિંગ ધરાવે છે.