ભારતની સૌથી વિશાળ ટેલિકોમ્યુનિકેશન્સ સર્વિસીસ પ્રોવાઈડર ભારતી એરટેલ (એરટેલ) દ્વારા વધુ ભારતીયોને ડિજિટલ હાઈવે પર સવારી કરવામાં મદદરૂપ થવા માટે વધુ એક વિશેષ પહેલ રજૂ કરી છે.
આ પહેલ હેઠળ 2જી અને 3જી મોબાઈલ ડિવાઈસીસ પરના એરટેલના ગ્રાહકો 4જી સ્માર્ટફોનમાં અપગ્રેડ કરાવે તો તેઓ 30 જીબી ડેટા ફ્રી માટે હકદાર બનશે. પ્રીપેઈડ ગ્રાહકોને તેઓ ચાર્જ કરે તે કોઈ પણ પેકેજ ઉપરાંત 30 દિવસ માટે રોજ 1 જીબી ડેટા ફ્રી મળશે. પોસ્ટપેઈડ ગ્રાહકોને તેમના પ્લાનના લાભો ઉપરાંત તેમાના પ્રથમ બિલ ચક્રમાં 30 જીબી ડેટા મફત (રોલઓવર સાથે) મળશે.
ભારતી એરટેલના સીએમઓ વાની વેન્કટેશે જણાવ્યું હતું કે 4જી સ્માર્ટફોન્સ ઝડપથી ધોરણ બની રહ્યા છે ત્યારે ફીચર ફોન્સ અને 3જી ડિવાઈસીસ સાથેના લાખ્ખો ગ્રાહકો માટે 4જી સ્માર્ટફોનમાં અપગ્રેડ કરાવવું તે મોટો નિર્ણય અને લાંબા ગાળાનું રોકાણ છે. આ એક સૌથી વિશાળ ગ્રાહક પુરસ્કાર કાર્યક્રમ છે અને આ પહેલ સાથે અમારા ગ્રાહકોને 4જી સ્પીડે ઓનલાઈન દુનિયા અનુભવવાની અને તેમના સ્માર્ટફોન્સની સંભાવના સંપૂર્ણ ઉજાગર કરવાની તક મળશે. અમે માનીએ છીએ કે અમારા લાખ્ખો ગ્રાહકોની 4જી સ્માર્ટફોન ધરાવવાની આકાંક્ષા પરિપૂર્ણ થવા સાથે તેમનું આ પરિવર્તન વધુ પુરસ્કૃત બનશે.
આ કાર્યક્રમ એરટેલે એફોર્ડેબલ 4જી સ્માર્ટફોન્સની ઈકોસિસ્ટમ ખોલવા અને રીતસર ફીચર ફોનની કિંમતે તે બજારમાં લાવવા માટે ઘણા બધા મોબાઈલ હેન્ડસેટ ઉત્પાદકો સાથે જેના હેઠળ ભાગીદારી કરી છે તે એરટેલની મેરા પહલા સ્માર્ટફોન પહેલને પૂરક રહેશે. આ પહેલને ભારતભરના ગ્રાહકો પાસેથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. એરટેલે સેમસંગ, ઈન્ટેક્સ, કાર્બન, લાવા, સેલ્કોન, મોટરોલા, લેનોવો, નોકિયા, આઈટેલ, ઝેન, કાર્બન અને લેફોન સાથે જોડાણ કર્યું છે. આ કાર્યક્રમ હેઠળ આ બધા સ્માર્ટફોન્સ આકર્ષક કેશ બેક લાભો અને ડેટા તથા અનલિમિટેડ કોલિંગ સાથે વિશેષ બંડલ્સ પ્લાન્સ સાથે આવે છે. 30 જીબી ફ્રી ડેટાનો લાભ દાવા કર્યાના 24 કલાકમાં જોગવાઈ કરાશે.