ભારતી એરટેલ દ્વારા સીમલેસ એલાયન્સ સાથે જોડાણ કરાયું હોવાની જાહેરાત કરવામાં આવી છે, જેના થકી મોબાઈલ ઓપરેટરોને એરલાઈન કેબિન્સમાં તેમની સેવાઓ આપવા માટે સશક્ત બનાવીને મોબાઈલ ઓપરેટરો અને એરલાઈન્સ માટે નાવીન્યતાના નવા યુગનાં દ્વાર ખોલી નાખ્યાં છે.
એરટેલ સહિત સભ્ય ઓપરેટરો સેટેલાઈટ ટેકનોલોજી થકી તેમના ગ્રાહકોને સતત તે જ હાઈ સ્પીડ, જમીન, ઉડાણમાં અને પરત ફરતા લો લેટન્સી કનેક્ટિવિટી પૂરી પાડશે. તે સહજ, હકારાત્મક ઉપભોક્તા અનુભવ નિર્માણ કરીને સંકળાયેલા બધા માટે ખર્ચમાં નોંધનીય રીતે ઘટાડો પણ કરશે.
સીમલેસ એલાયન્સની રચના બાર્સેલોનામાં જાહેર કરવામાં આવી. અન્ય સ્થાપક સભ્યોમાં વનવેબ, એરબસ, ડેલ્ટા અને સ્પિરિટનો સમાવેશ છે. આ વૈશ્વિક જોડાણનું લક્ષ્ય પાંચ સ્થાપક સભ્યોની પાર વધારાના ઉદ્યોગ ઓપરેટરોને આકર્ષવાનું છે, જેમાં હસ્તાંતરણ, ગોઠવણી અને સિસ્ટમ ઈન્ટીગ્રેશન અને સર્ટિફિકેશનને પ્રવાહરેખામાં લાવી ડેટા પહોંચ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું સંચાલન, ઈન્ટરોપેરેબિલિટી માટે ઓપન સ્પેસિફિકેશન્સ પૂરાં પાડવાં, પ્રવાસીઓ માટે પહોંચક્ષમતા વધારવી અને આસાન અને અખંડ બિલિંગ અભિમુખ બનાવવાનો સમાવેશ થાય છે.
ભારતી એરટેલના એમડી અને સીઈઓ (ભારત અને સાઉથ એશિયા) ગોપાલ વિઠ્ઠલે જણાવ્યું હતું કે ખરા અર્થમાં ગ્રાહકોને સીમલેસ કનેક્ટિવિટી આપવા માટે આ નાવીન્યપૂર્ણ ટેકનોલોજી મંચની સ્થાપક સભ્ય બનવાની અમને ખુશી છે. એરટેલના વૈશ્વિક નેટવર્કમાં લગભગ 370 મિલિયન મોબાઈલ ગ્રાહકો ફલાઈટમાં હશે ત્યારે પણ હાઈ સ્પીડ ડેટા સર્વિસીસને બેરોકટોક એક્સેસ માણી શકશે. અમે આ મંચને વહેલામાં વહેલી તકે લાઈવ કરવાની ખાતરી રાખવા માટે બધા ભાગીદાર સભ્યો સાથે જોડાણ કરવા ભારે ઉત્સુક છીએ.
એરટેલ એશિયા અને આફ્રિકાના 16 દેશોમાં કામગીરી સાથે દુનિયામાં ત્રીજી સૌથી વિશાળ મોબાઈલ ઓપરેટર છે. જો તમને ઉડાણ દરમિયાન સર્વશ્રેષ્ઠ ઈન્ટરનેટ સેવા માણવાનો અનુભવ થાય તો કેવું લાગશે? આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને જ અમે સર્વત્ર પ્રવાસીઓ માટે એફોર્ડેબલ અને ફ્રિકશનલેસ અનુભવ કરી શકીશું, એમ વનવેબના સ્થાપક અને એક્ઝિક્યુટિવ ચેરમેન ગ્રેગ વાયલરે જણાવ્યું હતું. આ વર્ષે પછીથી અમારા પ્રથમ પ્રોડકશન સેટેલાઈટ્સ સેટના લોન્ચ સાથે અમે ધરતી અને હવાઈમાં વૈશ્વિક ડિજિટલ વિભાજન વચ્ચેનું અંતર દૂર કરવાની એક પગલું નજીક છીએ.