અમદાવાદ: એરટેલનાગ્રાહકો માટે શુભ સમાચાર છે. એરટેલનું લોકપ્રિય વિડિયો સ્ટ્રીમિંગ એપ એરટેલ ટીવી તેના ઉપભોક્તાઓને બધી લાઈવ મેચીસનું અનલિમિટેડ ફ્રી સ્ટ્રીમિંગ અને આગામી વિવો આઈપીએલ 2018ની હાઈલાઈટ્સ હોટસ્ટાર મારફત ઓફર કરે છે.
આટલું જ નહીં, આ અનુભવને વધુ બહેતર બનાવવા માટે એરટેલ હવે એરટેલ ટીવી એપનું નવું વર્ઝન લાવી છે. એપનું આ નવું વર્ઝન સમર્પિત ક્રિકેટ વિભાગ સાથે આવે છે, જે બધી લાઈવ એકશન ઉપરાંત ઉપભોક્તાઓને ઉચ્ચ ક્યુરેટેડ અનુભવ આપવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. એરટેલ ટીવીના ઉપભોક્તાઓ તેમની ફેવરીટ ટીમ સિલેક્ટ અને ફોલો કરી શકે, વર્તમાન મેચો, લીડર- બોર્ડ જોઈ શકે છે અને આ બધું જ એરટેલ ટીવી એપ છોડ્યા વિના આગામી શિડ્યુલ થકી જઈ શકે છે.
આમાં સ્પેશિયલ સ્કોરકાર્ડ નોટિફિકેશન્સ પણ હશે, જે ક્રિકેટ ઉપભોક્તાઓની અત્યંત નજીક હોવાની ખાતરી રાખે છે. એપના નવા વર્ઝનમાં ઈન્ટરએક્ટિવ ગેમ્સ અને સ્પર્ધાઓ પણ હશે, જેમાં આકર્ષક ઈનામો પણ રખાશે.
આઈપીએલની બધી એકશન અને ઘણું બધું અનલિમિટેડ ફ્રી સ્ટ્રીમિંગ માટે આ કરો:
- એરટેલના ગ્રાહકોએ એરટેલ ટીવી એપ (એન્ડ્રોઈડ અને આઈઓએસ માટે ઉપલબ્ધ)નું નવું વર્ઝન ઈન્સ્ટોલ કરવાનું રહેશે. નવા ઉપભોક્તાઓ એપ ડાઉનલોડ કરી શકે છે, જ્યારે મોજૂદ ઉપભોક્તાઓને આપોઆપ એપડેટ નોટિફિકેશન્સ મળશે.
- નોન- એરટેલ ઉપભોક્તાઓએ એરટેલ 4G સિમ મેળવવાની જરૂર નથી. તે સ્માર્ટફોનના સિમ સ્લોટ-1માં ઈનસર્ટ કરો અને શરૂ કરવા માટે પગલું 1 અનુસરો.
એરટેલ ટીવી એપ જાન્યુઆરી અને ફેબ્રુઆરી2018દરમિયાન ભારતમાં સૌથી વધુ ડાઉનલોડ કરાયેલું* વિડિયો ઓટીટી એપ છે. એરટેલ ટીવી એપ પર બધી કન્ટેન્ટ જૂન2018સુધી એરટેલ પોસ્ટપેઈડ અને પ્રીપેઈડ ગ્રાહકો માટે મફત છે. રોમાંચક લાઈવ આઈપીએલ એકશન ઉપરાંત એરટેલ ટીવી એપ લાઈવ ટીવીથી મુવીઝ, શોઝ, ઓરિજિનલ સિરીઝ અને ઘણું બધું સુધી પરિપૂર્ણ મનોરંજન માટે ઉત્તમ સ્થળ બની રહેશે.
ભારતી એરટેલના કન્ટેન્ટ અને એપ્સના સીઈઓ સમીર બત્રાએ જણાવ્યું હતું કે અમારા કન્ટેન્ટ કેટલોગમાં આગામી આઈપીએલમાંથી અનલિમિટેડ લાઈવ એકશન ઉમેરવાનો અમને ભારે રોમાંચ છે. હવે એરટેલ ટીવી એપ ઉપભોક્તાઓ સૌથી ભવ્ય ક્રિકેટ જલસામાંથી લાઈવ એકશનની એકેય પળ નહીં ગુમાવશે અને તેઓ જ્યાં પણ છે ત્યાં તે માણી શકશે.
*એપ એની ડેટા અનુસાર