અમદાવાદ: ભારતની ટેલિકોમ્યુનિકેશન્સ સેવા પ્રદાતા ભારતી એરટેલ (એરટેલ) દ્વારા તેની ડેટા ક્ષમતાઓનું વિસ્તરણ કરવા અને ગુજરાત રાજ્યમાં તેની પહોંચ વધારવા માટે નાણાકીય વર્ષ 2018-19માં વ્યાપક નેટવર્ક રજૂ કરવાની યોજના જાહેર કરવામાં આવી હતી.
નેટવર્ક વિસ્તરણ કાર્યક્રમ પ્રોજેક્ટ લીપના ભાગરૂપ એરટેલ દ્વારા ગુજરાત સર્કલમાં 2000 કિમી વધુ ઓપ્ટિક ફાઈબરના ઉમેરા સાથે નાણાકીય વર્ષ 2018-19માં 6000થી વધુ નવી સાઈટ્સ ઉમેરો કરવાની યોજનાની પણ જાહેરાત કરવામાં આવી હતી. ડેટા ક્ષમતાઓ વધારતાં અને સેવાઓને ગ્રામીણ અને અનકનેક્ટેડ વિસ્તારો સુધી લઈ જવા માટે આ વ્યાપક યોજનાનો અર્થ ગુજરાતના એરટેલના ભાવિ તૈયાર નેટવર્કમાં રોજ 16 નવી સાઈટ્સનો ઉમેરો થશે.
આ યોજનાબદ્ધ વિસ્તરણ સથે એરટેલની ગુજરાતમાં મોબાઈલ સાઈટ્સ 25 ટકા સુધી વધીને 29,000 સુધી પહોંચશે, જે સાથે સ્પીડ્સ અને વોઈસ ગુણવત્તા વધુ બહેતર બનશે. નવી ઓપ્ટિક ફાઈબરનો ઉમેરો કરતાં ફાઈબર આધાર 13,800 કિમી સુધી વધથે, જે પ્રદેશમાં હાઈ સ્પીડ ડેટા સેવાઓની વૃદ્ધિને ટેકો આપશે.
નાણાકીય વર્ષ 2017-18માં અમે ગુજરાતમાં 6600થી વધુ નવી સાઈટ્સનો ઉમેરો કર્યો, જે સાથે મોબાઈલ બ્રોડબેન્ડની પહોંચ 20,000 શહેરો અને ગામડાંઓમાં પહોંચાડી હોઈ તેને આધારે નાણાકીય વર્ષ 2018-19માં પ્રગતિશીલ વિસ્તરણ યોજના બનાવી છે.
ભારતી એરટેલ લિ.ના ગુજરાતના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કે સી નરેન્દ્રે ઉમેર્યું હતું કે નવી યુગના મોબાઈલ ઉપભોક્તાઓની ઉપયોગીતાની ઝડપથી ઉત્ક્રાંતિ પામતી આદતો અને સતત વધતી સ્માર્ટફોનની પહોંચને ધ્યાનમાં લેતાં અમે સતત ધમધમતા ગુજરાત રાજ્યમાં અમારા ઉપભોક્તાઓને શ્રેણીમાં ઉત્તમ મોબાઈલ બ્રોડબેન્ડ અનુભવની ઉપલબ્ધતા પ્રત્યે પોતાને કટિબદ્ધ કરી રહ્યા છીએ. અમે પ્રદેશમાં પ્રગતિશીલ રીતે રોકાણ કરવાનું ચાલુ રાખીશું અને અમારી નેટવર્કની ક્ષમતાઓ ઉચ્ચ અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધાર સાથે આ નાણાકીય વર્ષના અંત સુધી 29,000 કરતાં વધુ મોબાઈલ સાઈટ્સ સાથે નવા સ્તરે લઈ જઈશું. દેશમાં અગ્રણી મોબાઈલ સેવા પ્રદાતા તરીકે અમે અમારી બહેતર સ્પીડ્સ, પહોંચ અને આવરણ સાથે ડિજિટલ ઇન્ડિયાના સરકારના ધ્યેય પ્રત્યે નોંધનીય યોગદાન આપવામાં ખુશી અનુભવી રહ્યા છીએ.
એરટેલ ગુજરાતની નેટવર્કની રૂપરેખા:
– ઓક્ટોબર 2015માં પ્લેટિનમ 3જી સેવાઓ રજૂ કરાઈ.
– ઓક્ટોબર 2016માં હાઈ સ્પીડ 4જી સેવાઓ રજૂ કરાઈ.
– ઓક્ટોબર 2017માં વોલ્ટ સેવાઓ રજૂ કરાઈ.
– ફાઈબર આધાર- 11,800 કિમી.
– એરટેલ નેટવર્ક દ્વારા આવરી લેવાયેલાં શહેરો અને ગામ- 20,000
– એરટેલ 3જી અને 4જી દ્વારા આવરી લેવાયેલાં શહેરો અને ગામ- 10,000
– 4જી એફડી એલટીઈ 1800 એમએચઝેડ પર અને ટીડી એલટીઈ 2300 એમએચઝેડ સ્પેક્ટ્રમ પર ઓફર કરાય છે.
– 3જી 2100 એમએચઝેડ સ્પેક્ટ્રમ પર ઓફર કરાય છે.