દેશની મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલે એમેઝોનની સાથે એત કરાર કર્યો છે. આ કરાર અંતર્ગત એરટેલ પોતાના ગ્રાહકોને વાજબી કિંમતે ૪જી સ્માર્ટફોન ઉપલબ્ધ કરાવશે. કંપનીએ શુક્રવારે આ વાતની જાકારી આપી છે. આ ઉપરાંત કંપનીએ એમેઝોન પર વેચાણ પર ઉપલબ્ધ ૪જી સ્માર્ટફોન પર કેશબેકની પણ ઓફર આપી રહી છે.
બન્ને કંપનીઓ વચ્ચે આ પાર્ટનરશીપનો હેતુ ગાર્હકોને ૪જી સ્માર્ટફોન વ્યાજબી કિંમતે ઉપલબ્ધ કરાવવાનો છે. આ ઓફર અંતર્ગત એમેઝોન ઇંડિયામાંથી સ્માર્ટફોનને ૩,૩૯૯ રૂપિયામાં ખરીદી શકાય છે.
એમેઝોન ઇંડિયા પર ઉપસ્થિત ૬૫ એક્સક્લુસિવ ૪જી સ્માર્ટફોન પર ૨૬૦૦ રૂપિયાનું કેશ બેક મળશે. આ ઓફરમાં એમેઝોનમાંથી શાઓમી, સેમસંગ, હોનર, એલજી, મોટોરોલા અને લેનોવો વગેરે સ્માર્ટફોન વ્યાજબી કિંમતે ખરીદી શકાય છે. કંપની આ ૪જી સ્માર્ટફોન પર ૩૬ મહિના માટે ૨૦૦૦ રૂપિયા કેશબેક આપશે.
આ ઓફરનો ફાયદો ઉઠાવવા માટે ગ્રાહકને સૌથી પહેલા એમોઝોન ઇંડિયા પરથી એક્સક્લુસિવ ૪જી સ્માર્ટફોન ડાઉન પેમેંટ પર ખરીદવાનો હશે. આ માટે ગ્રાહકનું એરટેલનો પ્રીપેડ ગ્રાહક હોવું જરૂરી છે.
સ્માર્ટફોન ખરીદ્યા પછી યૂઝરે પહેલા ૧૮ મહીનામાં ૩૫૦૦ રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે, જે બાદ યુઝરે ૫૦૦ રૂપિયા કેશબેક મળશે. ત્યારબાદ, ૩૫૦૦ રૂપિયાના રિચાર્જ કરાવવાનું રહેશે જેના પર યુઝરને ૧૫૦૦ રૂપિયા કેશબેક મળશે. ત્યારબાદ, યુઝરે ૩ વર્ષમાં ૨૦૦૦ રૂપિયાનું કેશબેક મળી જશે.