મુંબઈ : શેરબજારમાં રિકવરીની સ્થિતિ વચ્ચે ટેલિકોમની મહાકાય કંપની એરટેલે પ્રતિ કસ્ટમર રેવેન્યુને વધારવાના ઇરાદાથી ૪૯૯થી નીચેના પ્લાનને રદ કરવાની તૈયારી કરી દીધી છે. આ ઉપરાંત એરટેલ દ્વારા ૪૯૯થી ઉપરના પ્લાનની સંખ્યા પણ ઘટાડવાની યોજના પણ ધરાવે છે. આ સંખ્યા ઘટાડીને માત્ર ૩ કરવામાં આવી શકે છે. ૪૯૯થી નીચેની ઓફર કરતા પ્લાનને તબક્કાવારરીતે દૂર કરવામાં આવશે. સાથે સાથે મર્યાિદત સંખ્યામાં પ્લાન જાળવવામાં આવશે.
કસ્ટમરોના નેટવર્કને વધારવા અને રેવન્યુમાં વધારો કરવા આ યોજના તૈયાર કરવામાં આવી છે. પ્લાનને સરળ બનાવવાનો હેતુ રહેલો છે. આનાથી મોબાઇલ ગ્રાહકો પાસેથી વધુ સારા વિશ્વાસને જાળવી શકાશે. સુત્રોના કહેવા મુજબ એરવેજ રેવેન્યુ પર યુઝરમાં સુધારો કરવા એરટેલ દ્વારા યોજના બનાવવામાં આવી છે. કંપની દ્વારા ૪૯૯થી નીચેના પોસ્ટપેઇડ પ્લાનને તબક્કાવારરીતે દૂર કરવા માટેની તૈયારી કરી લીધી છે.
આવી જ રીતે ૨૯૯ રૂપિયાના પ્લાનને રદ કરવામાં આવી ચુક્યા છે. ૩૪૯, ૩૯૯ રૂપિયાના પોસ્ટપેઇડ પ્લાનને પણ તબક્કાવારરીતે દૂર કરવામાં આવી રહ્યા છે. ૪૯૯થી ઉપરના પ્લાનની સંખ્યાને પણ ઘટાડીને માત્ર ત્રણ પ્લાનમાં ફેરવી દેવામાં આવશે. હવે ૭૪૯, ૯૯૯ અને ૧૫૯૯ રૂપિયાના માત્ર ત્રણ પ્લાન રાખવામાં આવશે.
કંપનીના પ્રવક્તાએ હાલમાં આ સંદર્ભમાં કોઇપણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. ડિસેમ્બર ૨૦૧૮ના આંકડા મુજબ એરટેલના મોબાઇલ સર્વિસ કસ્ટમરોનું નેટવર્ક ૨૮૪ મિલિયનનું રહ્યું છે.