નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિત ભાજપે પાકિસ્તાનના બાલાકોટમાં હવાઇ દળ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને લઇને પ્રશ્નો ઉઠાવવા બદલ વિપક્ષની આજે ઝાટકણી કાઢી હતી. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના નજીકના સાથી અને ઓવર્સીસ કોંગ્રેસના ચેરમેન શામ પિત્રોડા દ્વારા એરસ્ટ્રાઇકમાં માર્યા ગયેલા આતંકવાદીઓને લઇને માહિતી માંગી હતી. આની સાથે જ ગુરુવારના દિવસે સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે પુલવામા હુમલાને રાજકીય કાવતરા તરીકે ગણાવીને તેની ટિકા કરી હતી. મોદીએ આજે એક પછી એક ચાર ટ્વિટ કરીને શામ પિત્રોડા અને યાદવના નિવેદનને જવાનોના અપમાન તરીકે ગણાવીને ઝાટકણી કાઢી હતી.
શામ પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસને ઝાટકી કાઢતા મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી પાકિસ્તાન નેશનલ ડે મનાવવાની શરૂઆત કરી ચુકી છે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી શામ પિત્રોડાના નિવેદનથી બચવાના પ્રયાસ કરી રહી છે. મોદી ઉપરાંત ભાજપ પ્રમુખ અમિત શાહ અને નાણામંત્રી અરુણ જેટલીએ પણ પિત્રોડાની ઝાટકણી કાઢી છે. અમિત શાહનું કહેવું છે કે, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અંતરને સ્પષ્ટપણે જાઈ શકાય છે. કોંગ્રેસ પાર્ટી સેના ઉપર શંકા રાખે છે જ્યારે અમે ગર્વનો અનુભવ કરીએ છીએ. તેમના સંબંધ આતંકવાદીઓ સાથે હોય તેવા વલણ અપનાવી રહ્યા છે. આ ચૂંટણીમાં વોટની તાકાત મારફતે કોંગ્રેસની સંસ્કૃતિ ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરવાની જરૂર છે. ગૌત્તમ ગંભીરને પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા બાદ જેટલીએ આકરા પ્રહાર કર્યા હતા. જેટલીએ કહ્યું હતું કે, જા ગુરુનું આ પ્રકારનું વર્તન હોય તો શિષ્ય કેટલા નબળા હોઈ શકે છે તે આ બાબતથી સમજી શકાય છે.
આજે દેશ આ બાબતને લઇને વિતેલા વર્ષોની કિંમત ચુકવે છે. અરુણ જેટલીની ગુરુ અને શિષ્યને લઇને ટિપ્પણી શામ પિત્રોડાના બહાને રાહુલ ગાંધી પર પ્રહાર તરકે છે. કોંગ્રેસનો મેનિફેસ્ટો કમિટિના સભ્ય શામ પિત્રોડાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, પુલવામા હુમલા માટે સમગ્ર પાકિસ્તાન જવાબદાર નથી. એર સ્ટ્રાઇક ઉપર પ્રશ્નો કરતા પિત્રોડાએ કહ્યું હતું કે, શું એર સ્ટ્રાઇક થઇ છે. જા થઇ છે તો કેટલા લોકો માર્યા ગયા છે. આ બાબત તેમને જાણવાનો અધિકાર છે. મોદીએ તરત જ આ બાબતને ઝડપી લઇને કોંગ્રેસ પાર્ટી ઉપર પ્રહાર કર્યા હતા. મોદીએ એક બીજા ટ્વિટમાં સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવની ઝાટકણી કાઢી હતી.
આતંકવાદનું સમર્થન કરનાર અને સશ†દળોને મુશ્કેલીમાં મુકવાના પ્રયાસો દેશના રાજનેતાઓ કરી રહ્યા છે. રામગોપાલ યાદવનું નિવેદન જવાનોના અપમાન સમાન છે. મોદીએ લોકોને અપીલ કરતા કહ્યું હતું કે, વિપક્ષી નેતાઓને તેમના નિવેદન બદલ પ્રશ્નો કરવાની જરૂર છે. વિરોધ પક્ષો વારંવાર સેનાનું અપમાન કરે છે. ૧૩૦ કરોડ લોકો તેમને માફ કરવાની સ્થિતિમાં નથી તે બતાવી દેવાનો સમય છે. રામગોપાલ યાદવે ગઇકાલે કહ્યું હતું કે, અર્ધલશ્કરી દળો સરકારથી દુખી છે. વોટ માટે જવાનોની હત્યા કરવામાં આવી હતી. જવાનોને સામાન્ય બસોમાં મોકલી દેવામાં આવ્યા હતા. આ કાવતરુ હતું જ્યારે સરકાર બદલાશે ત્યારે તેમાં તપાસ કરાશે અને દોષિતોને સજા કરાશે.