પાકિસ્તાન પર ભારતની એર સ્ટ્રાઇક, શું આજે બંધ રહેશે સ્કૂલ અને બેન્ક? જાણો મુસાફરી કરવી જોઈએ?

Rudra
By Rudra 2 Min Read

Air Strike on Pakistan : ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરી છે. જણાવાય રહ્યું છે કે, આ કાર્યવાહી રાતે આશરે દોઢ વાગ્યે કરવામાં આવી હતી. ઇન્ડિયન એર ફોર્સ તરફથી કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર બાદ લોકોના મનમાં સવાલ છે કે, શું બાળકોની શાળાઓ ખુલશે અને હવે હવાઈ તેમજ રેલ યાત્રાઓ પર શું અસર પડી છે. એવામાં આવો જાણીએ તમામ સવાલોના જવાબ…

બાળકોને સ્કૂલે મોકલવા જોઈએ?

જણાવી દઈએ કે, એર ફોર્સ તરફથી કરાયેલી કાર્યવાહી બાદ ભારતમાં તમામ રાજ્યોની સ્થિતિ સામાન્ય છે. જ્યારે ભારતની સુરક્ષા એજન્સી હાઇ એલર્ટ છે. અત્યાર સુધી સ્કૂલોને લઈને કોઈ એડવાઇઝરી જાહેર કરવામાં આવી નથી. જણાવી દઈએ કે, જમ્મુ કાશ્મીરમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. એવામાં અન્ય રાજ્યોમાં બાળકોને શાળાએ મોકલી શકાય છે. જો કે, પોતાના બાળકોને સ્કૂલે મોકલતા પહેલા સ્કૂલ પ્રશાસનના મેસેજ કે મેઈલ જરૂરી જોઈ લેવા, તેઓએ સ્કૂલ બંધ રાખવા વગેરે નિર્ણય તો લીધા નથી ને?

શુ હવાઈ યાત્રા સેફ છે?

ભારતમાં હવાઈ યાત્રા સંપૂર્ણ રીતે સેફ છે. તમે તમારા શેડ્યૂલના હિસાબે મુસાફરી કરી શકો છો. પરંતુ ભારતની કેટલીક જગ્યાએ ફ્લાઇટની ઉડાનને લઈને એડવાઝરી જાહેર થઈ છે. જે અનુસાર કેટલાક શહેરોમાં હાલ હવાઈ યાત્રા પર રોક લગાવાઈ છે. એર ઇન્ડિયાએ જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ભૂજ, જામનગર, ચંદીગઢ અને રાજકોટથી આવતી જતી તમામ ફ્લાઈટ 7 મે બપોરના 12 વાગ્યા સુધી રદ્દ કરી દીધી છે. એવામાં જો તમે પણ આ રૂપ પર યાત્રા કરી રહ્યાં છે તો પહેલા એરલાઇન્સની અપડેટ જોઈ લો. જ્યારે અમૃતસર જઈ રહેલી બે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ દિલ્હી તરફ વાળી દેવામાં આવી છે.

બેન્ક અને શેર માર્કેટ ખુલશે?

બેન્ક અને શેર માર્કેટ બંધ હોવાને લઈને અત્યાર સુધી કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. એવામાં હજુ બેન્ક શેર માર્કેટ તમામ નક્કી શડ્યૂલના હિસાબે કામ કરશે. તમે બેન્ક વગેરેના કામ આરામથી બેન્ક જઈને કરી શકો છો. ભારતમાં સ્થિતિ સંપૂર્ણ રીતે સામાન્ય છે.

Share This Article