ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ (જીબીડી)ના નવા નવા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આઉટડોર વાયુ પ્રદુષણ અથવા તો આઉટડોર એર પોલ્યુશન હવે ભારતમાં પાંચમા સૌથી મોટા કિલર તરીકે છે. હાઇબ્લડ પ્રેશર, ઇન્ડોર એર પોલ્યુશન, તબાકુ ધુમ્રપાન અને પોષણના અભાવ બાદ આઉટડોર એર પોલ્યુશન હવે પાંચમાં સૌથી મોટા કિલર તરીકે છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વાયુ પ્રદુષણ સંબંધિત રોગના કારણે ભારતમાં ૬૨૦૦૦૦ લોકોના મોત વહેલ ી તકે થઇ જાય છે. વર્ષ ૨૦૦૦ બાદથી વાયુ પ્રદુષણમાં છ ગણો વધારો થયો છે.
આ પ્રકારના પ્રદુષણના કારણે વિશ્વમાં કુલ મોત પૈકી પાંચમી વ્યક્તિની મોત આના કારણે થાય છે. વાયુ પ્રદુષણના કારણે કાર્ડિયોવેસ્ક્યુલર રોગ અને શ્વાસની તકલીફ ઉભી થાય છે. રોગમાં સ્ટ્રોકનુ પ્રમાણ ૨૫.૪૮ ટકા, છે. અગાઉ જીનેવા સ્થિત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) એ પોતાના અહેવાલમાં કહ્યું હતું કે દર વર્ષે વાયુ પ્રદુષણના કારણે વિશ્વભરમાં ૨ મિલિયન અથવા તો ૨૦ લાખ લોકોના મોત થઈ જાય છે. આ આંકડા મુજબ હવાઈ પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે.
આના કારણે હાર્ટ સાથે સંબંધિત રોગ, ફેંફસાના કેન્સર, અસ્થમા અને શ્વાસ લેવાની તકલીફ તેમજ અન્ય ઇન્ફેક્શન રોગોનો સમાવેશ થાય છે. ઘણા શહેરી વિસ્તારોમાં આ તમામ રોગ સામાન્ય બની ચૂક્યા છે. કેટલાક શહેરોમાં પ્રદૂષણની સપાટી ડબલ્યુએચઓની માર્ગદર્શિકાની સરખામણીમાં ૧૫ ઘણી વધારે છે. વિકાસશીલ અને વિકસીત બંને દેશોમાં હવાઈ પ્રદૂષણ માટે જે પરિબળો જવાબદાર છે તેમાં વાહન પરિવહન, નાના પાયાના ઉદ્યોગો અને અન્ય મોટા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ઉપરાંત બાયોમાસ સળગાવવા અને કુકીંગ માટે કોલસાને લઈને પણ પ્રદુષણ ફેલાય છે. વિશ્વમાં ટોપ ટેન કિલરમાં વાયુ પ્રદુષણ હવે એક છે. દક્ષિણ એશિયામાં વાયુ પ્રદુષણને છટ્ઠા સૌથી ખતરનાક કિલર તરીકે ગણવામાં આવે છે. વાયુ પ્રદુષણને રોકવા માટે વૈશ્વિક સ્તરે પ્રયાસો કરાયા છે પરંતુ ૧૦૦ ટકા સફળતા મળી નથી. પ્રદુષણના સંબંધમાં જાગૃતિના અનેક કાર્યક્રમો પણ સતત થતા રહે છે.