વાયુ પ્રદુષણના કારણે માત્ર આરોગ્યને નુકસાન થાય છે તો તે વિચારધારા આપની અયોગ્ય છે. નિષ્ણાંતો કહે છે કે પ્રદુષણ શારરિક રીતે નુકસાન પહોંચાડી દેવાની સાથે સાથે માનસિક રીતે પણ નુકસાન કરે છે. માનસિક રીતે તે બિમાર કરે છે. હાલમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સહિત દુનિયાના ૧૬ દેશોમાં અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવ્યા બાદ કેટલાક નવા તારણ જારી કરવામાં આવી ચુક્યા છે. આ તમામ ડેટામાં કેટલીક બાબતો ઉભરીને સપાટી પર આવી છે. અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે મર્યાદા કરતા વધારે પ્રદુષિત હવાની વચ્ચે રહેતા લોકોમાં ડિપ્રેશન અને આત્મહત્યાના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે.
એન્વાયરમેન્ટલ હેલ્થ પર્સપેક્ટિવ નામના જર્નલમાં પ્રકાશિત કરવામા આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે વાયુ પ્રદુષણ અને મેન્ટલ હેલ્થ પ્રોબ્લમની વચ્ચે કનેક્શન રહેલા છે. યુકેની યુનિવર્સિટી કોલેડ લંડનના વૈજ્ઞાનિકોની ટીમે વ્યાપક અભ્યાસની કામગીરી હાથ ધરી છે. શોધ કનાર લોકોને જાણવા મળ્યુ છે કે જેમ જેમ પ્રદુષણનુ સ્તર વધે છે તેમ તેમ આત્મહત્યા કરનાર લોકોની સંખ્યામાં અને ડિપ્રેશનમાં રહેનાર લોકોની સંખ્યામાં વધારો થયા છે. ખરાબ હવામાં રહેલા રજકણો લોહીના પ્રવાહ અને નાક બંને મારફતે દિમાગમાં પહોંચી જાય છે. ટેન્શનવાળા હોર્મોનમાં વધારો કરે છે. આના કારણે હાર્ટથી લઇને ફેફસા સુધીના અંગોને નુકસાન થાય છે. જીનેવા સ્થિત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) એ પોતાના અહેવાલમાં કહ્યું છે કે દર વર્ષે વાયુ પ્રદુષણના કારણે વિશ્વભરમાં ૨ મિલિયન અથવા તો ૨૦ લાખ લોકોના મોત થઈ જાય છે. ડબલ્યુએચઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટામાં આ મુજબ જણાવવામાં આવ્યું છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ૫૧ દેશોના ૧૧૦૦ શહેરોમાંથી આંકડા એકત્રિત કરવામાં આવ્યા છે.
આ આંકડા મુજબ હવાઈ પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. આના કારણે હાર્ટ સાથે સંબંધિત રોગ, ફેંફસાના કેન્સર, અસ્થમા અને શ્વાસ લેવાની તકલીફ તેમજ અન્ય ઇન્ફેક્શન રોગોનો સમાવેશ થાય છે. ઘણા શહેરી વિસ્તારોમાં આ તમામ રોગ સામાન્ય બની ચૂક્યા છે. કેટલાક શહેરોમાં પ્રદૂષણની સપાટી ડબલ્યુએચઓની માર્ગદર્શિકાની સરખામણીમાં ૧૫ ઘણી વધારે છે. વિકાસશીલ અને વિકસીત બંને દેશોમાં હવાઈ પ્રદૂષણ માટે જે પરિબળો જવાબદાર છે તેમાં વાહન પરિવહન, નાના પાયાના ઉદ્યોગો અને અન્ય મોટા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ડબલ્યુએચઓએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે સોમવારે પ્રકાશિત થયેલા અહેવાલમાં ઘણી બધી વિગતો જાહેર કરાઈ છે.
નિષ્ણાંતોના કહેવા મુજબ અમે જે હવામાં શ્વાસ લઇ રહ્યા છીએ તે હવા શુદ્ધ અને સ્વચ્છ રહે તે જરૂરી છે. પ્રદુષણને રોકવા માટે દિલ્હી સહિત દેશના જુદા જુદા ભાગોમાં પગલા લેવામાં આવી રહ્યા છે. જેનો ફાયદો પણ થઇ રહ્યો છે. દરેક રાજ્યો નક્કરરીતે પગલા લઇને આ દિશામાં સફળ રહી શકે છે.