એર ઇન્ડિયાને ખરીદવા કોઇપણ કંપની એ રસ ન દાખવ્યો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કેન્દ્ર સરકારે એર ઇંડિયામા પોતાની ભાગીદારી વેચવા માટે લીધેલા નિર્ણય ની અંતિમ તારીખ ૧૪મેથી લંબાવીને ૩૧ મે કરવામાં આવી હતી, પરંતુ કોઇપણ કંપનીએ એર ઇંડિયા માટે બોલી લગાવી નથી. આ જોઇને એ લાગી રહ્યું છે કે ફરીથી નવી અંતિમ તારીખની જાહેરાત કરવામાં આવશે. જોકે ઉડ્ડયન સચિવ આરએન ચૌબેએ સમયસીમા વધારવામાં આવશે નહિં તેમ જણાવ્યું હતુ.

ચૌબેએ જણાવ્યું કે જેમ સામાન્ય રીતે થાય છે અમે અંતિમ તારીખ સુધી બોલી લાગવાની રાહ જોઇ રહ્યાં છીએ. ટાઇમલઇને આગળ વધારવામાં આવશે નહિં. એર ઇંડિયાની નીલામીને લઇને આગળના નિર્ણય વૈકલ્પિક તંત્ર દ્વારા લેવામાં આવશે.

જૂન ૨૦૧૭માં આર્થિક બાબતોના કેબિનેટ કમિટી (સીસીઈએ) પાસેથી વિનિવેશની મજૂરી મળી હતી. ચૌબેએ આ પહેલા સ્પષ્ટ કરી દીધું હતુ કે સરકાર ત્યાં સુધી એર ઇંડિયાને વેંચશે નહિં જ્યાં સુધી તેની યોદ્ય કિંમત મળશે નહિં.

એર ઇંડિયા પર આ સમયે ૩૩,૩૯૨ કરોડ રૂપિયાનું દેવુ છે.

Share This Article