ટ્યુરિઝમને પ્રોત્સાહન આપવા વિમાનની સેવાથી યુપીના તમામ નાના શહેરો જોડાશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

લખનૌ: ઉત્તરપ્રદેશના તમામ નાના શહેરોને વિમાની સેવા સાથે જોડી  દેવાની આક્રમક તૈયારી કરી લેવામાં આવી છે. પ્રદેશમાં ટ્યુરિઝમને પ્રોત્સાહન આપવા માટે અને નાગરિકોને વિમાની યાત્રા સસ્તામાં ઉપલબ્ધ કરાવવા માટે આ તૈયારી કરી લેવામાં આવી છે.

ઉત્તર પ્રદેશ સરકાર નવી નાગરિક ઉડ્ડયન પોલિસી તૈયાર કરી રહી છે. આ પોલિસીના ભાગરૂપે નાના શહેરોને વિમાની યાત્રા સાથે જોડી દેવામાં આવનાર છે. નવી સિવિલ એવિએશન પોલિસીમાં ધાર્મિક સ્થળોની સાથે મંડળ મુખ્યાલયને એરલાઇન્સ સાથે જોડી દેવાની તૈયારી કરવામાં આવી રહી છે. નવી યોજના હેઠળ લખનૌથી આગરા, અલ્હાબાદ, બરેલી, ફેજાબાદ, મેરઠ, સહારનપુર, અલીગઢ, આજમગઢ, ઝાંસી, ચિત્રકુટ, મુરીરપુરને એર કનેક્ટિવિટી સાથે જોડી દેવામાં આવશે. આ શહેરોની વચ્ચે નાના વિમાનોની સેવા લેવામાં આવનાર છે.

આ ઉપારંત બીજા રાજ્યોના મહત્વના શહેરોને પણ યુપીના નાના શહેરોની સાથે જોડી દેવામાં આવનાર છે. જેમાં મધ્યપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડના શહેરોનો સમાવેશ થાય છે. નવી એવિએશન પોલિસીના ડ્રાફ્ટ હેઠળ પ્રદેશના તમામ ધાર્મિક સ્થળોને હેલિકોપ્ટર સેવા સાથે જોડી દેવાની પણ યોજના છે. જેમાં વૃંદાવન, મથુરા, ચન્દ્ર પ્રભા મહોબા, દેવગઢનો સમાવેશ થાય છે. પોલીસી હેઠળ પ્રદેશની ૧૦ હવાઇ પટ્ટીને સામાન્ય લોકોની યાત્રા માટે વિકસિત કરવામાં આવનાર છે. જેમાં મેરઠ, મુરાદાબાદ, સહારનપુરનો સમાવેશ થાય છે. હવાઇ પટ્ટી વિકસિત કરવા માટે એક કંપની બનાવવાની તૈયારી કરી ચુકી છે.

Share This Article