એઇડ્સ ભારતની સાથે સાથે વૈશ્વિક દેશો માટે પણ એક સામાજિક ત્રાસદી અને અભિશાપ સમાન છે. પહેલી ડિસેમ્બરના દિવસે દર વર્ષે વર્લ્ડ એઇડ્સ ડે તરીકે મનાવવામાં આવે છે. આ દિવસને ઉજવવા માટેનો મુખ્ય ઉદ્ધેશ્ય એઇડ્સ અંગે જાગૃતિ જગાવવા માટેનો હોય છે. એચઆઇવીના ઇન્ફેક્શનના કારણે આ રોગ ફેલાય છે. જે રોગપ્રતિકારક શક્તિને ખતમ કરે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આંકડા મુજબ વર્ષ ૨૦૧૮ના અંત સુધીમાં એચઆઇવી સાથે ગ્રસ્ત લોકોની સંખ્યા ૩૭.૯ મિલિયન જેટલી આંકવામાં આવી હતી. ૭૯ ટકા દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. ૬૩ ટકા લોકોએ સારવાર લીધી છે. સાથે સાથે ૫૩ ટકા લોકો એચઆઇવી વાયરસના સકંજામાથી દુર થયા છે. જેથી અન્યોને જાખમ ઘટી જાય છે. દર વર્ષે વર્લ્ડ એઇડસ ડે એચઆઇવી સામે લડતમાં સામેલ થવાની પ્રેરણા આપે છે. મેડિકલ સાયન્સમાં હવે એચઆઇવી સામે સારવાર શોધી કાઢી છે. જુદા જુદા ફોર્મ્યુલા પણ તેની સામે અપનાવવામાં આવી રહી છે. વર્લ્ડ એઇડ્સ ડે ૨૦૧૯માં આ વખતે જે થીમ રાખવામાં આવી છે તે એન્ડિંગ ધ એચઆઇવી-એઇડ્સ એપિડેમિક કોમ્યુનિટી બાય કોમ્યુનિટી રાખવામાં આવી છે. દુનિયામાં પ્રથમ વખત વર્ષ ૧૯૮૭માં થોમસ નેટ્ટર અને જેમ્સ ડબલ્યુ બન્ન દ્વારા આ દિવસની કલ્પના કરવામાં આવી હતી. ત્યારબાદ વર્લ્ડ એઇડ્સ ડેની ઉજવણીની પરંપરા વર્ષ ૧૯૮૮માં શરૂ કરવામાં આવી હતી. એઇડ્સ પોતાની રીતે કોઇ પણ પ્રકારની બિમારી નથી પરંતુ આના કારણે પિડિત વ્યક્તિ બિમારીની સામે લડવાની કુદરતી ક્ષમતા સંપૂર્ણપણે ગુમાવી દે છે.
આવી સ્થિતિમાં તેના શરીરમાં શરદી, ખાસી જેવી બિમારી અને અન્ય ઇન્ફેક્શન સરળ રીતે થઇ જાય છે. એચઆઇવી એટલે કે હ્યુમન ઇમ્યુનો ડિફિસિફેન્સી વાયરસના ઇન્ફેક્શનના કારણે થાય છે. બાદની સ્થિતિ એઇડ્સની છે. એચઆઇવી ઇન્ફેક્શનને એઇડ્સની સ્થિતિમાં પહોંચવામાં આશરે આઠથી દસ વર્ષ અથવા તો ક્યારેક ક્યારેક તેના કરતા પણ વધારે સમય લાગી શકે છે. પરંતુ ૩૧ વર્ષના લાંબા ગાળા બાદ પણ દુનિયાના દેશો યૌજનજનિત બિમારી એઇડ્સની બિમારીને ખતમ કરી શક્યા નથી. એઇડ્સ સામે લડાઇ હજુ જારી છે. અલબત્ત એઇડ્સ દર્દીથી વધારે ખરાબ હાલતમાં એઇડ્સ કાર્યક્રમ સાથે જોડાયેલા ૨૫ હજારથી વધારે કર્મચારી છે. જે વ્યવસ્થાની એઇડ્સના કારણે વધારે પરેશાન છે. ચોંકાવનારી વિગત એ છે કે દુનિયામાં એચઆઇવીથી ગ્રસ્ત થનાર લોકોમાં સૌથી વધુ સંખ્યા કિશોરોની છે. આ સંખ્યા ૨૦ લાખ કરતા પણ ઉપર પહોંચી ગઇ છે. યુનિસેફના નવેસરના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વર્ષ ૨૦૦૦ બાદથી હજુ સધી એઇડ્સથી ગ્રસ્ત થવાના મામલામાં ત્રણ ગણનો વધારો થયો છે. દુનિયામાં એઇડ્સથી ગ્રસ્ત લોકોમાં ભારત ત્રીજા સ્થાને છે. બાકીના પાંચ દેશોમાં દક્ષિણ આફ્રિકા, નાઇજિરિયા, કેન્યા, મોઝામ્બિક અને તાન્જાનિયા નો સમાવેશ થાય છે. એઇડ્સથી ગ્રસ્ત દસ લાખથી વધારે કિશોર પૈકી છ દેશોમાં રહે છે. ભારત તે પૈકી એક દેશ તરીકે છે.
સૌથી દુખદ સ્થિતિ મહિલાઓ માટેની હોય છે. મહિલાઓ તેના સંકજામાં આવી ગયા બાદ ઘરમાંથી કેટલાક કિસ્સામાં તો કાઢી મુકવામાં આવે છે. એક અંદાજ મુજબ વર્ષ ૧૯૮૧ બાદથી વર્ષ ૨૦૦૭ વચ્ચેના ગાળામાં આશરે ૨૫ લાખ લોના મોત એચઆઇવી ઇન્ફેક્સનના કારણે થયા છે. વર્ષ ૨૦૧૬માં એઇડ્થી આશરે ૧૦ લાખ લોકોના મોત થયા હતા. આ આંકડો વર્ષ ૨૦૦૫માં અડધો હતો. વર્ષ ૨૦૧૬માં એચઆઇવી ગ્રસ્ત ૩.૬૭ કરોડ લોકો પૈકી ૧.૯૫ કરોડ તેની સારવાર લઇ રહ્યા છે. આ સુખદ સ્થિતિ છે કે એન્ટી રેટ્રોવાયરલ દવા લેવાના કારણે એઇડ્સ સાથે જોડાયેલી બિમારી અને મોતનો આંકડો વર્ષ ૨૦૦૫માં ૧૯ લાખ હતો જે ઘટીને હવે વર્ષ ૨૦૧૬માં ૧૦ લાખ થયો હતો. વર્ષ ૨૦૧૬માં ૧૮ લાખ નવા મામલા સપાટી પર આવ્યા હતા. જે વર્ષ ૧૯૯૭માં નોંધવામાં આવેલા ૩૫ લાખ મામલાની તુલનામાં અડધા છે. વર્ષ ૧૯૮૦માં આ મહામારી શરૂ થયા બાદથી હજુ સુધી આ બિમારીના કારણે ૩.૬ કરોડ લો કોના મોત થઇ ચુક્યા છે. આ બિમારીની ભયાનકતાનો અંદાજ આનાથી લગાવી શકાય છે કે આંકડો કેટલો ખતરનાક છે. એઇડ્સના સંબંધમાં વર્ષ ૧૯૮૦ પહેલા લોકો પાસે કોઇ માહિતી ન હતી. ભારતમાં એઇડ્સને લઇને કેટલાક વિરોધાભાસ પણ છે. ભારતમાં એઇડસના વધતા મામલા પર નિયંત્રણ માટે વર્ષ ૧૯૯૨માં રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ સંગઠન એટલે કે નાકોની રચના કરવામાં આવી હતી.
પરંતુ કમનસીબ બાબત એ છે કે વિશ્વમાં મહામારી હોવા છતાં ભારતમાં તેને ગંભીરતાથી ન લેવાતા સ્થિતિ વધુને વધુ ખરાબ થઇ હતી. ભારત સરકારે ફ્રી એન્ટી રેટ્રોવાઇરલ એઆરટી કાર્યક્રમની શરૂઆત પહેલી એપ્રિલ ૨૦૦૪ના દિવસે શરૂ કરવામાં આવી હતી. વ્યાપક ઝુંબેશના કારણે એઇડ્સના કારણે મોતના આંકડામાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. આજે દુનિયાના દેશોમાં જુદા જુદા કાર્યક્રમ એઇડ્સના સંબંધમાં યોજવામાં આવી રહ્યા છે. આ દિવસે જાગૃતિ જગાવવામાં આવે છે. તબીબો મથામણમાં લાગેલા છે. એઇડ્સની સામે લડાઇ હજુ લાંબી લડવી પડે તેમ છે.