અમદાવાદ : આજે વિશ્વ એઇડ્સ દિનને લઇ શહેરની સિવિલ હોસ્પિટલ સહિત રાજયભરમાં એઇડ્સ અને એચઆઇવી પોઝીટીવ વિશેની જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. જા કે, પાછલા વર્ષોની સરખામણીમાં નાકો, કેન્દ્ર સરકાર અને રાજય સરકારની સાથે સાથે સિવિલ હોસ્પિટલ સહિતના સંબંધિત સત્તાવાળાઓના સહિયારા પ્રયાસ અને ઝુંબેશને પગલે એચઆઇવી પોઝીટીવ અને એઇડ્સના કારણે થતાં મૃત્યુનું પ્રમાણ એકંદરે ઘટયું છે પરંતુ યુવાઓમાં એઇડ્સનું પ્રમાણ વધુ નોંધાયું છે. ખાસ કરીને ૮૦થી ૮૫ ટકા એચઆઇવી પોઝીટીવ અસુરક્ષિત જાતીય સંબંધ(અસલામત શારીરિક સંબંધ)ના કારણે ફેલાય છે.
અલબત્ત નિયમિત અને કાળજીપૂર્વક દવાઓ ચાલુ રખાય તો એઇડ્ઝને દૂર રાખી શકાય છે એમ અત્રે સિવિલ હોÂસ્પટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.એમ.એમ.પ્રભાકરે જણાવ્યું હતું. એઇડ્સ વિશે આંકડાકીય માહિતી સહિતની વિગતો આપતાં ડો.એમ.એમ.પ્રભાકરે વધુમાં જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં કાર્યરત એન્ટી રીટ્રોવાયરલ થેરાપી સેન્ટરમાં એચઆઇવી પોઝીટીવ અને એઇડ્સના દર્દીઓની અસરકારક દવા અને સારવાર કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલના એઆરવી સેન્ટરને નાકો દ્વારા સેન્ટર ફોર એકસલેન્સ પણ જાહેર કરાયેલું છે. જા કે, અગાઉના વર્ષો કરતાં એચઆઇવી પોઝીટીવ અને એઇડ્સને લગતી જાગૃતિ વધતાં તેનાથી થતા મૃત્યુનો દર ઘટયો છે. તો, ગર્ભવતી માતાથી ગર્ભસ્થ શિશનું ચેપ લાગવાનું પ્રમાણ એકંદરે ઘટયું છે. સિવિલ હોસ્પિટલના જ એઆરવી સેન્ટરના આંકડા જાઇએ તો, એઇડ્સના કારણે પાછલા કેટલાક વર્ષો પહેલાનો મૃત્યુદર ૨૮થી ૩૦ ટકાની આસપાસ હતો, તે આજે ૨૦૧૮માં ઘટીને ૨૨ ટકાની આસપાસ થઇ ગયો છે. આ જ પ્રકારે ગર્ભવતી માતાથી ગર્ભસ્થ શિશુને ચેપના દર વર્ષે ૪૫થી ૫૫ કેસો નોંધાતા હતા, તે ઘટીને ૩૦થી ૩૫ થયા છે એટલે તેમાં પણ ઘટાડો નોંધાયો છે.
ડો.એમ.એમ.પ્રભાકર, મેડિકલ રેકર્ડ ઓફિસર તેમજ આઇટી સેલના ઇન્ચાર્જ ડો.શૈલેષ સોલંકી અને સેન્ટરના રિસર્ચ ઓફિસર ડો.બુરજીમ કાવીનાએ જણાવ્યું હતું કે, સિવિલ હોÂસ્પટલમાં દર મહિને સવા સોની આસપાસ દર્દીઓ નવા એચઆઇવી પોઝીટીવના નોંધાતા હોય છે. અહીંના એઆરવી સેન્ટરમાં એચઆઇવી પોઝીટીવ અને એઇડ્સના દર્દીઓને ફર્સ્ટ લાઇન, સેકન્ડ લાઇન અને થર્ડ લાઇનની દવા અને અસરકારક સારવાર આપવામાં આવે છે, જે માટે નાકો તરફથી વિનામૂલ્યે દવા પૂરી પડાતી હોય છે.
૨૦૦૪થી લઇ ૨૦૧૮ સુધીમાં એચઆઇવી પોઝીટીવના ૨૪,૩૨૦થી વધુ દર્દીઓ નોંધાયા છે,જેમાંથી ૧૫,૮૫૮ જેટલા દર્દીઓ આ અંગેની દવા લઇ રહ્યા છે. લગભગ ૧૫થી ૧૬ ટકા કિસ્સામાં દર્દીઓ દવા બંધ કરી દેતા હોય છે પરંતુ જા એચઆઇવી પોઝીટીવ અને એઇડ્સની દવા નિયમિત અને કાળજીપૂર્વક લેવામાં આવે તો ચોક્કસ એઇડસને દૂર રાખી શકાય છે. ડાયાબિટીસની જેમ તેનું નિવારણ ના થઇ શકે પરંતુ નિયંત્રણમાં ચોક્કસ રાખી શકાય અને વ્યકિત સારી રીતે લાંબુ જીવન જીવી શકે છે.