વર્ષ- ૨૦૧૫ના સર્વેનુસાર ગુજરાતમાં એચ.આઇ.વી.ના ૧ લાખ ૬૬ હજાર દર્દીઓ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

એચ.આઇ.વી.ને ડામવા માટે વિશ્વ કક્ષાની સાત સંસ્થાઓ અને ગુજરાત સરકાર દ્વારા યુ.બી.આર.એ.એફ.ના પાયલોટ પ્રોજેક્ટ થકી ગુજરાતને એચ.આઇ.વી. મુક્ત બનાવવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. જનજાગૃતિ થકી જેમ પોલીયો મુક્ત ભારતનું નિર્માણ થયું છે તે જ રીતે એચ.આઇ.વી. મુકત ભારત નિર્માણમાં પણ ગુજરાત અગ્રીમ ભૂમિકા દાખવશે. – તેમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે.

વર્ષ- ૨૦૧૫ના સર્વેનુસાર ગુજરાતમાં એચ.આઇ.વી. રોગ ધરાવતા ૧ લાખ ૬૬ હજાર દર્દીઓ છે. જયારે સમગ્ર દેશમાં ૨૧ લાખથી વધુ લોકો આ રોગનો ભોગ બન્યા છે. દર વર્ષે દેશમાં નવા ૭૫ હજારથી વધુ દર્દીઓ અને ગુજરાતમાં ૧૦,૫૮૯ એચ.આઇ.વી.ના દર્દીઓ ઉમેરાય છે. આ રોગના નિર્મૂલન માટેનો આ પરોજેકટ આશીર્વાદ રૂપ નિવડશે. રાજ્યમાં આ પ્રોજેકટ બે વર્ષ સુધી ચાલશે છે. અને પૂર્થ થયા બાદ આ ગુજરાત મોડેલને દેશભરમાં લાગુ કરવામાં આવશે. જેથી નેશનલ એઇડૂસ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના નેજા હેઠળ નેશનલ એઇડૂસ કંટ્રોલ પ્રોગ્રામના ૯૦-૯૦-૯૦ના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકોને ઝડપી સિધ્ધ કરી શકાશે.

યુ.એન.એઇડૂસ અને ગુજરાત સ્ટેટ એઇડૂસ કંટ્રોલ સોસાયટી દ્વારા એચ.આઇ.વી/એઇડૂસ નિયંત્રણને સુદ્ઘઢ કરવા માટેના પાયલોટ પ્રોજેકટ યુ.બી.આર.એ.એફનો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવતાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ઉમેર્યું હતું કે, માનવજાતિ અનેક રોગો સામે લડી રહી છે. સમગ્ર વિશ્વમાં માનવજાતિના સારા સ્વાસ્થ્ય માટે અનેક કાર્યક્રમો અમલમાં છે. જેમ આપણે સમગ્ર દેશમાં પોલિયો વિરોધી ઝુંબેશ ચલાવી પોલિયો મુક્ત દેશ બનાવ્યો છે. સમગ્ર દેશને ટી.બી. મુક્ત બનાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કોઇ પણ રોગ સામેની ઝુંબેશમાં લોકોને તે રોગ માટેની સાચી માહિતી મળી રહે તે માટે લોક જાગૃતિના કાર્યક્રમ પણ મહત્વની ભૂમિકા અદા કરે છે. આજે લોક જાગૃતિના કારણે એચ.આઇ.વી રોગના દર્દીઓ સાથે પહેલા જેવો વ્યવહાર થતો નથી તેની દષ્ટાંતપૂર્વક વાત કરી હતી. આ પ્રોજેકટ થકી ગુજરાતને એચ.આઇ.વી મુક્ત બનાવી શકીશું તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ હોવાથી ટ્રાન્સપોર્ટેશનનો વ્યવસાય અને અન્ય રાજયમાંથી મોટી સંખ્યામાં લોકો રોજગારી અર્થે ગુજરાતમાં આવે છે. જેથી ગુજરાતમાં એક લાખથી વધુ લોકો એચ.આઇ.વી. સંભવિત દર્દીઓ હોવાનું માલૂમ પડ્યુ છે. આ રોગથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જવાથી દર્દીનું મૃત્યૃ થતું હોય છે, પણ હવે, આ રોગનો સામનો કરી શકે તેવી દવા ઉપલબ્ઘ હોવાથી આ રોગના દર્દીઓ લાંબુ જીવતા થયા છે. એચ.આઇ.વી. છે કે નહિ તેનો ટેસ્ટ રાજ્યમાં માત્ર ૪ રૂપિયાના ખર્ચેથી થઇ શકે છે તેની વિસ્તૃત સમજ પણ તેમણે આપી હતી.

યુનાઇટેડ નેશનલ સંયુક્ત એઇડૂસ પ્રોગ્રામના ભારત ખાતેના ડાયરેકટર ર્ડા. બિલાલિ કામરાએ જણાવ્યું હતું કે, ગુજરાતએ મહાત્મા ગાંધીની ભૂમિ છે. જેમની આગેવાનીથી ભારત દેશને આઝાદી મળી છે. તે ભૂમિ પરથી આ પ્રોજેકટનો આરંભ કરવામાં આવ્યો છે. જેથી ભારત દેશને એચ.આઇ.વી. રોગ મુક્ત દેશ બનાવી શકીશું તેવો ર્દઢ વિશ્વાસ પણ વ્યક્ત કર્યેા હતો.

Share This Article